પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૪૫ ]


રહ્યા છે. અને લાગણીઓ અનુભવી રહ્યા છે. એટલું જ નહિ, પણ આઝાદીને મારગે એમની સાથે કદમ મિલાવીને એ કૂચ કરી રહ્યા છે. ખાસ કરીને પૂર્વ એશિયામાંના વીસ લાખથી વધુ હિંદીઓ કુલઝપટ લશ્કરી ભરતીના પોકારથી ઉત્સાહ પામીને એક નક્કર લશ્કર બની ઊભા છે. અને એમની સામે ખભેખભા મિલાવીને ખડી છે હિંદુસ્તાનની સ્વાધીનતાની સેના એમના હોઠ ઉપર છે. 'ચલો દિલ્હી'નો નાદ.

પોતાની દાંભિકતાથી ઘેાંચપરોણો કરી કરીને હિંદીએાને અધીરા બનાવનાર અને પેાતાની લૂંટથી એમને ભૂખમરા અને મોત ભેગા કરનાર હિંદમાંના બ્રિટિશ રાજે હિંદી પ્રજાની ભલી લાગણી સંદતર ગુમાવી છે. અને હવે એ જોખમી જિંદગાની ગુજારી રહ્યું છે. એ દુ:ખદ રાજના છેલ્લા અંશનો પણ નાશ કરવા માટે એક જ્વાલાની જ જરૂર છે એ જ્વાલા જલાવવાનું કામ હિંદુસ્તાનની સ્વાધીનતાની સેનાનું છે. વતનમાંના નાગરિક પ્રજાજનો તેમજ બ્રિટનના હિંદી લશ્કરના મોટા ભાગના ઉત્સાહજનક પીઠ બળની જેને ખાતરી છે અને પરદેશના બહાદુર અને અજેય મિત્રોનો જેને ટેકો છે, પણ જે પ્રથમ પહેલાં તો પોતાની તાકાત ઉપર જ આધાર રાખે છે, તે હિંદુસ્તાનની સ્વાધીનતાની સેના પોતાનો ઐતિહાસિક ભાગ ભજવી શકશે એવો એને વિશ્વાસ છે.

હવે જ્યારે આઝાદીનું પ્રભાત હાથવેંતમાં જ છે. ત્યારે હિંદી પ્રજાની ફરજ છે કે એ પોતાની એક કામચલાઉ