પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૪૬ ]

સરકારની સ્થાપના કરે; અને તેના ઝંડા નીચે પોતાની આખરી લડતનાં મંડાણ કરે. પણ તમામ હિંદી નેતાઓ જેલમાં છે, અને વતનમાંના લોકો સંપૂર્ણપણે નિઃશસ્ત્ર છે, ત્યારે હિન્દુસ્તાનમાં કોઈ કામચલાઉ સરકાર સ્થાપવી, કે એ સરકારના નેતૃત્વ હેઠળ લડત ઉપાડવી એ શક્ય નથી. એટલે વતનમાંના અને પરદેશેામાં તમામ દેશપ્રેમી હિંદીએાના ટેકા સાથે પુર્વ એશિયાના હિંદી સ્વાતંત્ર્ય સંઘની એ ફરજ છે કે આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના કરવાનું આ કામ ઉપાડી લેવું, અને સંઘે તૈયાર કરેલી સ્વાધીનતાની સેનાની મદદથી આઝાદીની આખરી લડતનું સંચાલન કરવું.

પૂર્વ એશિયામાંના હિંદી સ્વાતંત્ર્ય સંઘ તરફથી અમારી આઝાદ હિંદની કામચલાઉ સરકાર બનાવવામાં આવેલ છે. અમારા ઉપરની જવાબદારીના પૂરા ભાન સહિત અમે અમારી ફરજ બજાવવાની શરૂઆત કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા કાર્યને અને માતૃભૂમિની મુક્તિ માટેની અમારી લડતને ઈશ્વરના આશીર્વાદ મળે. એની આઝાદી, એની આબાદી અને જગતનાં રાષ્ટ્રો વચ્ચે એના ઉચ્ચતર સ્થાનની પ્રાપ્તિ માટે અમે અમારા જાન અને અમારા સશસ્ત્ર સાથીએાના જાન આપવાના સોગંદ લઈએ છીએ.

અંગ્રેજો અને તેના મિત્રોને હિંદની ધરતી ઉપરથી જે હાંકી કાઢી શકે એવી લડત શરૂ કરવાની, અને તેને