પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૪૭ ]


ચાલુ રાખવાની આ કામચલાઉ સરકારની ફરજ રહેશે. તે પછી, હિંદી પ્રજાની ઈચ્છા પ્રમાણે રચાયેલી અને તેનો વિશ્વાસ ધરાવતી આઝાદ હિંદની કાયમી રાષ્ટ્રીય સરકાર ઊભી કરવાનું કામ આ કામચલાઉ સરકારનું રહેશે. અંગ્રેજો અને તેમના મિત્રોને હાંકી કાઢ્યા પછી આઝાદ હિંદની કાયમી રાષ્ટ્રીય સરકારની સ્થાપના થાય ત્યાં સુધીના કાળ દરમિયાન આ કામચલાઉ સરકાર હિંદી પ્રજાના 'ટ્રસ્ટી' તરીકે દેશને વહીવટ ચલાવશે.

કામચલાઉ સરકાર પોતાની જાતને દરેક હિંદીની વફાદારીની અધિકારી માને છે, અને આથી એ વફાદારી માટે દાવે કરે છે. તેના દરેક પ્રજાજનને ધાર્મિક સ્વાતંત્ર્ય અને તમામ હક્કો અને અનુકૂળતાએાની એ ખાતરી આપે છે. આખા ય રાષ્ટ્ર અને તેના તમામ ભાગોની સુખાકારી અને આબાદી માટે મથવાને પોતાનો મક્કમ નિર્ધાર એ જાહેર કરે છે, એમ કરવામાં રાષ્ટ્રના તમામ સંતાનોને તે સમાન ગણશે, અને પરદેશી સરકારે ભૂતકાળમાં ચાલાકીપૂર્વક પેદા કરેલા સૌ મતભેદોથી એ પર રહેશે.

ઈશ્વરને નામે, હિંદી પ્રજાનું જેમણે એક રાષ્ટ્ર તરીકે ઘડતર કર્યું છે એ પાછલી પેઢીઓને નામે અને આપણને વીરતા અને સ્વાર્પણનો વારસો આપી જનારા મરેલા શુરવીરોને નામે અમે હિંદી પ્રજાને સાદ કરીએ છીએ કે અમારા નિશાન નીચે એકત્ર થાવ, અને હિંદની આઝાદી માટે તૂટી પડો. અંગ્રેજો અને હિંદમાંના એમના તમામ સાથીઓ સામે આખરી લડત માંડવાનો, અને હિંદની ધરતી