પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'આપણે જાપાનીઓની તાબેદારી નથી કરવાની !'

જાહેરનામુ વંચાઈ રહ્યા બાદ શ્રી ભુલાભાઈએ આગળ ચલાવેલી ઊલટતપાસ દરમિયાન સાક્ષીએ જણાવ્યું કે :-

'૧૯૪૪ના એપ્રિલમાં હું રંગુન ગયો ત્યારે આઝાદ હિંદ બેન્કની મને જાણ થઈ. કામચલાઉ સરકારના કાર્ય માટે પૂર્વ એશિયાના હિંદીઓએ મોટી રકમો ભેટ આપી હતી; અને એ આઝાદ હિંદ બેન્કમાં રાખવામાં આવતી હતી. પૈસા ઉપરાંત એજ કાર્ય માટે ચીજવસ્તુઓના રૂપમાં પણ મોટી ભેટો આપવામાં આવતી હતી. બેન્કમાંની રકમ અંદાજે કેટલી હશે તે હું જાણતો નથી પણ એ કરોડોની અને ઘણી મોટી રકમ હતી. ચીજવસ્તુઓની કિંમત પણ ઘણી મોટી હતી......

આઝાદ હિંદ દળવાળા લે૦ કર્નલ એહસાન કાદિરને હું મળ્યો હતો. આ૦ હિં૦ ફો૦ના કબજામાં આવે તે પ્રદેશનો વહીવટ આ દળને કરવાનો હતો. દળ નાગરિકોનું બનેલું હતું. સિંગાપુરમાં અને પછી રંગુનમાં નાગરિક વહીવટ માટેની તાલીમ એમને આપવામાં આવેલી. આ૦ હિં૦ સરકારના કબજામાં આવનારા પ્રદેશના ભાવિ ગવર્નર લે૦ કર્નલ ચેટરજી હતા. કબજે કરાયેલા પ્રદેશના વહીવટ માટેની એક યોજના મને લે૦ કર્નલ ચેટરજીએ આપી હતી અને મેં એ તપાસી હતી. આઝાદ હિંદ દળમાં બસોએક માણસો હતા એમ હું ધારું છું. કામચલાઉ સરકાર તરફથી એક 'ગેઝેટ' બહાર પાડવામાં આવતું હતું. લશ્કરમાં થતી નિમણુકોની વિગતો એમાં આવતી હતી. એ વિગતો 'લશ્કરી ગેઝેટ'માં પણ આવતી હતી.'

સવાલ : આ૦ હિં૦ ફો૦ અને જાપાનીઓ વચ્ચેના સબંધ વિષે તમે કાંઈ જાણો છો ?

જવાબ : હા. બે મિત્રો તરીકે એ કાર્ય કરતાં હતાં...જાપાની