પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૫૦ ]

લશ્કરમાં એક સંકલન-ખાતું હતું તે આ૦ હિં૦ ફો૦ સાથે સંપર્ક જાળવતું... આ૦ હિં૦ સરકારની સ્થાપના પછી બ્રિટન અને અમેરિકા બેઉ સામે લડાઈ જાહેર કરવામાં આવી હતી. જાપાની સરકારે આ૦ હિં૦ સરકાર ઉપર એક એલચી મોકલ્યો હતો. એનું નામ હાચિયા. ધરી રાજ્યો અને થાઇલેન્ડ, ફિલિપાઈન્સ, ક્રોશિયા અને મુંચુકુઓ સહિત તેમના બીજા સાથીઓએ કામચલાઉ સરકારનો સ્વીકાર કર્યો હતો . . . . આ૦ હિં૦ ફો૦ નો મુખ્ય ઉદ્દેશ હિંદુસ્તાનની મુક્તિ માટે અંગ્રેજો સાથે લડવાનો હતો. બીજો ઉદ્દેશ હતો મલાયા. બરમા અને દૂર પૂર્વમાંના હિંદીઓનું રક્ષણ કરવાનો . . . .

પહેલી આ૦ હિં૦ ફો૦ ને ૧૯૪૨ના ડીસેંબરમાં વિખેરી નાખવામાં આવી હતી. પહેલી આ૦ હિં૦ ફો૦ના ઉપરી અફસર હતા કૅ૦ મોહનસીંધ. ડીસેંબર ૧૯૪૨માં જાપાનીઓએ એમની ધરપકડ કરી હતી.

જાપાનીઓ સાથે અમારે મતભેદો હતા પણ કૅ. મોહનસીંઘની ધરપકડ પછી જ આ૦ હિં૦ ફો૦ને વિખેરી નાખવામાં આવેલી.

સ૦ : કે. મોહનસીંઘે એવી જાહેરાત કરેલી ખરી કે, જરૂર પડ્યે હું અંગ્રેજો ઉપરાંત જાપાનીઓ સામે પણ લડીશ ?

જ૦ : સિંગાપુરની એક સભામાં એમણે એમ કહેલું કે, મારા રસ્તામાં જે કોઈ આવશે તેની સાથે હું લડીશ. . . . કૅ૦ મેાહનસીંઘ તરફથી અમને લેખિત સૂચના અપાયેલી હતી કે એમની ધરપકડ થાય તો આ૦ હિં૦ ફો૦ વિખેરી નાખવી. આ સૂચના એક સીલબંધ કવરમાં હતી. એમની ધરપકડ પછી જ એ ખોલવાનું હતું . . . . શરૂઆતથી જ સહુમાં સામાન્ય લાગણી હતી કે આપણે જાપાનીઓની તાબેદારી નથી કરવાની . . . . સુભાષબાબુ આવ્યા પછી બધાને થયું કે, હવે આપણને એક એવા આગેવાન મળ્યા છે કે જે જાપાનીઓની તાબેદારી સ્વીકાર્યા વિના આપણને સાચે માર્ગે દોરી જશે. તે પછી એ બે