પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૫૪ ]


તરત જ જજ-એટવોકેટે સાક્ષીને સુચના આપી કે એમનો ઉલ્લેખ 'અફસરો' તરીકે નહિ પણ 'આરોપીઓ' તરીકે કરવો વધુમાં સાક્ષીએ જણાવ્યું કે-

'આ૦ હિં૦ ફો૦ના કબજા હેઠળની એક છાવણીમાં યુદ્ધકેદીઓને ખરાબ વર્તન અને મારનો ભોગ થતા મે જોયા છે . . . . સિંગપુરમાં લે૦ કર્નલ હંટે હિંદી લશ્કરને મેજર ફ્યુજીવારાને શરણે સોંપી દીધા પછી જાપાનીઓએ અંગ્રેજો અને હિંદીઓને જુદા પાડેલા, આ૦ હિં૦ ફો ૦ માં જોડાવા જે તૈયાર થયા એમને બીજાઓથી વિખૂટા પાડવામાં આવ્યા હતા. ન જોડાનારાઓ જાપાનીઓના કબજામાં રહ્યા હતા . . . મને જે છાવણીમાં રાખવામાં આવ્યેા હતો તેમાં કોઈની સાથે ખરાબ વર્તન ચલાવેલું હોવાની મને જાણ નથી. ખોરાક સારો નહોતો પણ બરોબર હતો. . . . છાવણીમાંના અફસરોને આ૦ હિ૦ ફો૦માં જોડાવાનું કૅ. શાહનવાઝે કહ્યું હતું કે નહિ તે મને ચોક્કસ યાદ નથી.'

તે પછી ફરિયાદપક્ષના ત્રીજા સાક્ષી સુબેદાર મેજર બાબુરામ આવ્યા એમને અંગ્રેજી બરોબર નહોતું આવડતું તેથી એક દુભાષિયાને પણ બોલાવવામાં આવ્યો. અદાલતે આરોપીએાને પૂછ્યું કે, દુભાષિયાની સામે કોઈને વાંધો છે ? કૅ. શાહનવાઝ અને કૅ. સહેગલે ના પાડી. પણ લે. ધિલને કહ્યું કે, અત્યારે મને કાંઈ વાંધો નથી પણ એ જો પૂરી આવડતવાળો નહિ જણાય તો હું વાંધો ઉઠાવીશ. જજ-એડવોકેટે કહ્યું કે આવડત છે કે નહિ તે અદાલત નક્કી કરશે. પાછળથી સાત ન્યાયાધીશેમાંના એક મેજર બનવારીલાલ દુભાષિયા બન્યા. સાક્ષીએ જુબાનીમાં જણાવ્યું કે-

'સિંગાપુરની શરણાગતિ પછી કૅ૦ કિયાંનીના તાબા હેઠળની અમારી બેટેલિયન ફેરર પાર્કમાં ગઈ. ત્યાં સોળેક હજાર યુદ્ધકેદીઓ ભેગા થયા હતા......લે. કર્નલ હંટે ધ્વનિવર્ધક યંત્ર ઉપરથી ત્યાં ભાષણ કર્યું કે, 'બ્રિટિશ સરકારના પ્રતિનિધિ તરીકે હું તમને બધાને યુદ્ધકેદીઓ તરીકે જાપાનીસ સરકારના હાથમાં સોપી દઉં છું. જે રીતે તમે બ્રિટિશ સરકારના હુકમોનું પાલન કરતા હતા