લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૫૬ ]

ફિલિપાઇન્સ અને જાપાનમાંની સંઘની શાખાઓ તરફથી આ૦ હિં૦ ફો૦ માટે પૈસા, કપડાં અને રંગરૂટ ભેગા કરવાનું પણ નક્કી થયું હતું. આ૦ હિં૦ ફો૦ માટેનાં હથિયારો દારૂગોળો અને સામગ્રી જાપાનીસ સરકાર તરફથી પૂરાં પાડવામાં આવશે અને પછી રચાનારી હિન્દી સરકાર તરફથી એની કિંમત રોકડી ચૂકવવામાં આવશે એવું નક્કી થયું હતું......

બેંગકોક પરિષદમાંથી પાછા ફર્યા બાદ હું મારી પોતાની મરજીથી આ૦હિં૦ ફો૦માં જોડાયો હતો. ૧૯૪રની ૧લી સપ્ટેમ્બરે આ૦ હિં૦ ફો૦ની સ્થાપના થઈ હતી. એની પહેલી પાયદળ બેટેલિયનમાં મને મૂકવામાં આવ્યો હતો. બે ત્રણ દિવસ પછી અમે કવાયત કરવા માંડી. થોડા દિવસ પછી અમને મશીનગન, મોર્ટાર પિસ્તોલ અને રાયફલો મળ્યાં. સિંગાપુરમાં શરણે થયેલા હિંદી લશ્કરનાં એ હથિયારો હતાં. અમારી બેટેલિયન હિંદી લશ્કરનો ખાખી પોષાક પહેરતી પણ અમારાં બાવડાં ઉપર આ૦ હિં૦ફો૦ના બિલ્લા હતા. એમાં જ કાંગ્રેસનો વાવટો અને “આ૦હિં૦ફો૦” એવા અક્ષરો હતા...... કૅ. મોહનસીંઘના ફરમાન મુજબ આ૦ હિં૦ ફો૦ને વિખેરી નાખવામાં આવેલી. આગળ ઉપર નવી આ૦ હિં૦ ફો૦ ઊભી કરવાની ચળવળ આવેલી. એમાં હું ન જોડાયો. એમાં ન જોડાનારાઓને જાપાનીઓએ ૧૯૪૩ની પ મી મેને દિવસે ન્યુ ગિની મેકલી દીધા. ત્યાંની જાપાની છાવણીમાંથી એક દિવસ હું નાસી છૂટ્યો.'

શ્રી ભુલાભાઈની ઊલટતપાસમાં સાક્ષીએ જણાવ્યું કે-

'સિંગાપુરની શરણાગતિ પહેલાં હું કૅ૦ શાહનવાઝના તાબા હેઠળની બેટેલિયનમાં હતો. બ્રિટિશ અફસરોના તાબા હેઠળની કંપનીઓ ભાગી ગઈ ત્યારે પણ અમારી કંપનીએ લડવાનું ચાલુ રાખેલું......... નીસૂનની યુદ્ધકેદીઓની છાવણી કૅ૦ શાહનવાઝના કબજા હેઠળ હતી. આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા