લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૫૭ ]


અને ન જોડાયેલા બેઉને એ છાવણીમાં રાખ્યા હતા. એમની સાથેના વર્તનમાં કોઈ ભેદભાવ નહોતો. અમે સાથે જ રહેતા અને એક જ ખેારાક ખાતા, હું ત્યાં પહોંચ્યો ત્યારે પાણી, દીવા વ. ની કાંઈ સગવડ ત્યાં હતી નહિ. કૅ. શાહનવાઝે એ પૂરી પાડેલી. કૅ૦ શાહનવાઝે છાવણીનો કબજો સંભાળ્યો તે પછીથી પરિસ્થિતિ સુધરતી જતી હતી. ઈસ્પિતાલમાં મળતી સારવારમાં કોઈ જાતનો ભેદભાવ નહોતો રખાતો. કૅ૦ શાહનવાઝ અને બીજા અફસરોએ ઇસ્પિતાલ માટે પૈસા આપેલા. કૅ૦ શાહનવાઝની અપીલને લીધે ઇસ્પિતાલના દરદીઓને કોઈ જાતના ભેદભાવ વિના ફળો અને દવાઓ પૂરાં પાડવાં રપ૦૦ ડોલરનો ફાળો કરાયેલો......

પહેલી આ૦ હિં૦ ફો૦ ની ચળવળ હિંદની આઝાદી માટેની હતી તેથી હું એમાં સ્વેચ્છાએ ભરતી થયેલો. હિંદુસ્તાન ઉપર ચઢાઈ કરવા માટે જાપાનીઓ આ૦ હિં૦ ફો૦નો પાંચમી કતાર તરીકે ઉપયોગ કરવા માગતા હતા, તેથી સેનાપતિ મોહનસીંગ અને જાપાની વચ્ચે મતભેદ ઊભા થયા, અને પરિણામે આ૦ હિં૦ ફો૦ને વિખેરી નાખવામાં આવી. બીજી વારની આ૦ હિં૦ ફો૦માં જોડાવાની મેં ના પાડી, કારણકે મને થયું કે પોતાના ઉપયોગ માટે ફરીવાર જાપાનીઓ આ૦ હિં૦ ફો૦નો ઉપયોગ પાંચમી કતાર તરીકે કરશે.'

: ૫ :

ર૩ મી નવેમ્બર : શુક્રવાર :

ફરિયાદપક્ષના ચોથા સાક્ષી જમાદાર અલ્તાફ રઝાકે કહ્યું કે-

હિંદી લશ્કરમાં હું ૧૯૨૨ ની સાલમાં જોડાયો. ૧૯૪૧ના જાન્યુઆરીમાં હું મલાયામાં હતો ત્યારે મને જમાદાર બનાવવામાં આવેલો. સિંગાપુરમાં હું યુદ્ધકેદી બન્યો હતો અને એક વરસ સુધી મલાયાની જુદી જુદી છાવણીઓમાં રહેલો.

પોર્ટ ડિકસનમાંની યુદ્ધકેદીઓની છાવણીની મુલાકાતે કૅ૦ શાહનવાઝ આવ્યા ત્યારે એમણે ચોક્‌ખું કહેલું કે, તમારે તમારી