[ ૬૦ ]
યુદ્ધકેદી તરીકે મને સારી સગવડ કે ખેારાકી નહોતાં મળતાં
તેથી અને બીજા ઘણા આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા તેથી હું પણ
એમાં જોડાયો.......૧૯૪૪ની શરૂઆતમાં અમે બરમા ગયા......
૧૯૪૪ની આખરમાં અમે ઈરાવદીને મોરચે હતા. અમારી જમણી
બાજુ મિત્રસૈન્યનો સખત તાપમારો ચાલતો હતો. પછી લૅ૦
હરિરામ આવ્યા એમણે સફેદ વાવટો ફરકાવ્યો અને અમે ૮૪
માણસો બ્રિટિશ લશ્કરને શરણે થઈ ગયા.
ભુલાભાઈ: હિંદની આઝાદી ખાતર લડવા માટે તમે આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા ?
સાક્ષીઃ હું ઘણી મુસીબતમાં હતો. એ મુસીબતોમાંથી છટકવા માટે હું આ૦ હિં૦ ફો૦માં જોડાયેલો.
ભુલાભાઈ- મુસીબત હોય કે નહિ પણ તમે શેને માટે લડવાના હતા ?
સા૦-અમે કદી લડ્યા જ નહોતા.
ભુ૦–તમે આ૦ હિ૦ ફો૦માં જોડાયા ત્યારે તમને એટલી ખબર હતી ખરી કે હિંદની આઝાદીને ખાતર, એને વિરોધ કરનાર ગમે તેની સામે, ખુદ જાપાનીઓ સામે પણ આ૦ હિં૦ ફો૦ લડવાની હતી ?
સા૦-હા ( હસાહસ ).
તે પછી આવ્યા નવમા સાક્ષી કાકાસીંઘ. એમણે જાહેર કર્યું કે-
૧૯૪૦માં હું હિંદી લશ્કરમાં જોડાયેલો. સિંગાપુરના પતન વખતે હું ત્યાં હતો. મને યુદ્ધકેદી બનાવ્યા પછી ઘણે વખતે હું આ૦હિં૦ ફો૦માં જોડાયો હતો, યુદ્ધકેદીઓની એક છાવણીમાં હું હતો ત્યારે ૧૯૪૩ના માર્ચમાં લૅ૦ વિલને ત્યાં એક ભાષણ કરેલું કે, 'તમે આ૦ હિં૦ ફો૦માં નહિ જોડાવ તો મુશ્કેલીમાં મૂકાશો. આપણે અંગ્રેજોને હિંદની બહાર હાંકી કાઢશું, તમારે કાંઈ બીક રાખવી