પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૬૨ ]

અને જો દાક્તર કહેશે કે એ બીમાર નથી તો કામમાંથી છટકવાના આવા ઢોંગ કરવા માટે એને ૧૨ ફટકાની સજા થશે. આ રીતની સજા પામીને બેભાન થઈ ઢળી પડતો એક યુદ્ધકેદી મેં જોયો છે. બીજી એક વાર મેં ચીસો સાંભળેલી અને ખાખી પોષાકવાળા એક માણસના હાથ લાકડી સાથે અને પગ લોઢાના ખીલા સાથે બાંધેલા જોયેલા. એક અફસરને એની પાસે જતો અને એને મોઢે ડૂચા દીધા પછી લાઠી વડે એને મારતો મેં જોયેલો, જે સંત્રી અમારી પાસે મજૂરી કરાવતો તે અમે ઢીલ કરીએ ત્યારે અમને મારતો. રોજની હાજરી વખતે અમને કહેવાતું કે હિંદુસ્તાનને સ્વતંત્ર કર્યા પછી હિંદુસ્તાનીઓના હાથમાં સોંપી દેવાનો જાપાનીઓએ કોલ આપ્યો છે. અમને મળતો ખોરાક પૂરતો નહોતો અને તે હલકી જાતનો હતો. તે પછી મને એક અલગ છાવણીમાં લઈ ગયા પણ હું આ૦ હિં૦ ફેા૦માં ન જોડાયો.

ભુલાભાઇ: જુદી છાવણીમાંના કેટલા માણસોને તમે ઓળખો છો?

સાક્ષી : તેર જણાને.

ભુ૦: તમે જણાવેલા તેર માણસોને શિસ્તભંગ અને ચોરી માટે સજા થયેલી એ વાત સાચી નથી ?

સા૦ : મને કાંઈ ખબર નથી.

અગિયારમા સાક્ષી હવાલદાર મહમદ સરવારે જણાવ્યું કે –

લડાઈ શરૂ થઇ ત્યારે હું મલાયામાં હતો. જેમાં ઘણા પંજાબી મુસલમાનો હતા એવી એક યુદ્ધકેદીઓની છાવણીમાં મને લઈ જવાયો હતો. એક જમાદારે અમારી પાસે આવીને અમને આ૦ હિં૦ ફો૦માં જોડાવાનો આગ્રહ કર્યો. અમે બધાએ ના પાડી, પછી જમાદારે કહ્યું કે, જેને ભરતી થવું હોય તે એક બાજુ કતારમાં ઊભા રહો, પણ બધાએ આ૦ હિં૦ ફો૦માં ભરતી થવાની ના પાડી. પછી સુબેદાર