પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૬૫ ]


એમની બદલી કરવામાં આવતી અને આ૦ હિં૦ ફો૦માં જોડાવાનું એમને કહેવામાં આવતું, પણ સાક્ષી હમેશાં એમાં જોડાવાનો ઈન્કાર કરતા. ન જોડાવા માટે એમને પણ વેઠવી પડેલી અનેક મુસીબતોનું બયાન એમણે અદાલત સમક્ષ રજૂ કર્યું. પોતાની પાસે કરાવાતી મજૂરી અને અકારણ કે સકારણ એમને પડેલા મારની વિગતો પણ એમણે પ્રસંગવાર આપી. ૧૯૪૫ ના એગસ્ટ સુધી એ મલાયામાંની નજરકેદ-છાવણીમાં જ રહેલા. અંગ્રેજોએ પાછા ફરીને એમને મુક્ત કર્યા.

પછી સુબેદાર રામરૂપ સાક્ષી તરીકે આવ્યા. સિંગાપુરના પતનને આગલે દિવસે દુશ્મનના હાથમાંથી બચવા માટે તે નાગરિક પોષાક પહેરીને શહેરમાં છટકી ગયા હતા. પણ પાછળથી એ પકડાયેલા આ૦ હિં૦ ફો૦માં ન જોડાવા બદલ પોતાની ઉપર પણ જુલમો થયાની વાત એમણે કરી. એક દિવસ એમને બહુ માર પડ્યો પછી એ ભરતી થવા કબૂલ થયા. હિંદુસ્તાનની લશ્કરી પરિસ્થિતિની માહિતી મેળવવા એમણે છૂપી રીતે આ દેશમાં મોકલવામાં આવેલા. પણ અહીં આવીને તરતજ એ પોતાને ઘેર પહોંચી ગયા અને ફીરોઝપુરના પોતાના લશ્કરી-મથક ઉપર પોતાની જાત રજૂ કરી.

: ૮ :

ર૭મી નવેંબર : મંગળવાર

ઊલપટતપાસ દરમિયાન સાક્ષીએ જણાવ્યું કે આ૦ હિં૦ ફેા૦નું ધ્યેય હિંદને આઝાદ કરવાનું હતું, અને પોતે એ સ્વીકાર્યું હતું તેમજ આ૦ હિં૦ ફો૦માં રાજીખુશીથી રહ્યા હતા. એ હિંદમાં જાસૂસ તરીકે આવ્યા હતા અને અહીં આવવામાં એમનો ઉદ્દેશ લશ્કરી પરિસ્થિતિ વિશે માહિતી એકઠી કરવાને હતો - નહિ કે આ૦ હિં૦ ફો૦માંથી ભાગી છૂટવાનો.

ફરિયાદપક્ષના સોળમા સાક્ષી હતા લાન્સ-નાયક ફિટર મોહિન્દરસીંઘ. એમણે કહ્યું કે, ૧૯૪૨ ના સપ્ટેંબરમાં હું નજરકેદ-છાવણીમાંથી આ૦ હિં૦ ફો૦માં ભરતી થયો હતો. મારી ટુકડીનું કામ છૂપે વેશે ફરવાનું, હિંદુસ્તાનમાં પેસી જવાનું અને ભાંગફોડ કરવાનું હતું પહેલી