પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૬૭ ]


આપણે એમની સામે પણ લડશું. આજે પણ, જો કોઈ જાપાની તમને એક તમાચો મારે તો તમે એને ત્રણ મારજો, કારણ કે આપણી સરકાર અને જાપાની સરકાર એકજ સપાટી ઉપર છે અને આપણે જાપાનીઓના લેશમાત્ર પણ દાબમાં નથી.'

ઊલટ તપાસ દરમિયાન સાક્ષીએ રંગુન છોડવાને આગલે દિવસે નેતાજી તરીકે ઓળખાતા સુભાષચંદ્ર બોઝે બ્રિગેડ સમક્ષ કરેલું ભાષણ યાદ કર્યું. સુભાષ બોઝે કહેલું કે-

'હિંદને સ્વાધીન કરવા માટેના તમે સ્વતંત્રતાના સૈનિક છો. મોરચા ઉપર તમારે કષ્ટ સહન કરવાં પડશે. તમારી ઇચ્છા હોય તો તમે પાછળ રહી શકો છો. આપણે હિંદની સ્વાધીનતા માટે લડી રહ્યા છીએ, તેથી પૈસા અને બીજી સામગ્રી અંગે આપણી સ્થિતિ સારી નથી. બની શકે તેટલું અમે તમને આપીએ છીએ. આપણે ગરીબ છીએ એટલે ખોરાકમાં અત્યારે તમને મળે છે તેથી વધુ સારું અમે કાંઈ આપી શકીએ તેમ નથી. એાછા ખેારાક ઉપર તમારે ચલાવી લેવું પડશે.'

સરહદી રાયફલ ટૂકડીના હવાલદાર નવાબખાન અઢારમા સાક્ષી હતા. ૧૮૩૭ની આખરમાં એ હિંદી -લશ્કરમાં જોડાયેલા, અને સિંગાપુરના પતન વખતે ત્યાં હાજર હતા. ૧૯૪૩ના ઑક્ટોબરમાં એ આ૦હિં૦ફો૦માં જોડાયા અને સુભાષ બ્રિગેડ અથવા ગેરીલા રેજિમેન્ટ નં. ૧માં એમને મૂક્વામાં આવ્યા......એમની બ્રિગેડ ૧૯૪૪ ના મે મહિનામાં ઈમ્ફાલ મોરચે ગઈ હતી. ઊલટતપાસમાં એમણે જણાવ્યું કે :

'આ૦હિં૦ફો૦માં જોડાયા પછી મને ખબર પડી કે એ ફોજને દુનિયાની કોઈપણ સેના સામે લડવાનું હતું — જરૂર પડ્યે જાપાનીઓની સામે પણ. હું બ્રિગેડમાં હતો ત્યારે જાપાનીઓ પાસેથી નહિ પણ મારા પોતાના હિંદી અફસરો પાસેથી તાલીમ મેળવતો હતો. મારા વિસ્તારમાં કે આ૦ હિં૦ ફો૦માં બીજે કયાંય પણ કોઈ જાપાની