પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૬૮ ]

અફસરપદે હતો નહિ. લે૦ અબ્દુલ રહેમાનના હાથ નીચે ખેારાકીખાતું હતું અને હું તેમનો મદદનીશ હતો. અમને મળતા ખોરાકમાં ચોખા, નીમક અને થોડું તેલ અપાતાં. મોરચા ઉપર ઘણી મુસીબતોની વચ્ચે આ૦ હિં૦ ફો૦ લડતી હતી. હું નોકરી ઉપર હતો તે દરમિયાન મેં મારી ફરજ વફાદારીપૂર્વક બજાવી હતી.......મોરચા પર જતા સૈનિકોને ઉદ્દેશીને કરેલા એક ભાષણમાં સુભાષ બોઝ બોલેલા કે–

'આ૦ હિં૦ ફો૦ હિંદની સ્વાધીનતા માટે લડી રહી છે. એ એકજ એનું ધ્યેય છે. આપણે જાપાનીઓના ફાયદા માટે નથી લડી રહ્યા. હિંદુસ્તાન આઝાદ થઈ શકે એટલા માટે આ૦ હિં૦ ફો૦ જાપાનીઓની એક મિત્ર તરીકેની મદદ લ્યે છે. આપણાં સાધનો અને નાણાં મેળવવાના માર્ગો એાછાં છે. જિંદગીની વધુ સારી જરૂરિયાતો મેળવવા માટે આ૦ હિં૦ ફો૦માં જોડાવાનો ભ્રમ કોઈ રાખે નહિ. જેને આગળ આવવાની ઇચ્છા ન હોય તેણે ન આવવું.'

તેમ છતાં અમારી બ્રિગેડમાંથી કોઈ પાછું વળ્યું નહોતું. તે પછી બેટેલિયન અને કંપનીના કમાન્ડરે મોરચા પર ન જવા ઇચ્છનારાઓનાં નામ માગ્યાં પણ કોઈએ નામ લખાવ્યાનું હું જાણતો નથી. જ્યારે હું નાસીને અંગ્રેજો સાથે મળી ગયો ત્યારે મને ઘેર જવા દેવામાં આવેલો...... અમને જ્યારે કાંઈ ખોરાક ન મળતો ત્યારે અમારે જંગલમાં જઈને જે મળે તે ભેગું કરવું પડતું.

ફરિયાદપક્ષના ઓગણીસમા સાક્ષી સિપાહી હનુમાન પ્રસાદ ૧૯૪૧ માં હિંદી લશ્કરમાં જોડાયેલા સિંગાપુરના પતન પછી ૧૯૪૩ ના એપ્રિલમાં એ આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા. એમને નેહરુ રેજિમેન્ટની ૧૭ મી બેટેલિયનમાં મૂકવામાં આવેલા. એમની બ્રિગેડ ૧૯૪૪ના નવેંબરમાં બરમા ગયેલી. એ મેજર ધિલનના તાબામાં હતી. ૧૯૪૪ના ફેબ્રુઆરીમાં પોપાને મોરચે એમની કંપની હિંદી લશ્કરની એક ગુરખા ટૂકડીને શરણે થઈ હતી.