વીસમા સાક્ષી તોપચી બહાલસીંધ ૧૯૪૪ના ફેબ્રુઆરીમાં આ૦ હિં૦ ફો૦મા જોડાયા ત્યાં સુધી મલાયાની જુદી જુદી નજરકેદ છાવણીમાં હતા. બરમામાં પોપા ટેકરીને મોરચે ગયેલી આ૦ હિં૦ ફો૦ની ટુકડીએામાં એ પણ શામિલ હતા. ઊલટ તપાસમાં ભુલાભાઈએ એમને પૂછ્યું : આ૦ હિં૦ ફો૦ હિંંદની સ્વાધીનતા ખાતર લડવા માટે ઊભી કરવામાં આવી હતી એ તમે જાણતા હતા ?
સાક્ષી : ના.
ભુ૦ : તમે આ૦ હિં૦ ફો૦ માં જોડાયા હતા, ખરું કે નહિ ?
સા૦ : હા.
ભુ૦ : એમાં કોણ કોણ હતું ?
સા૦ : હિંદીઓ અને મલાયાવાસીઓ.
ભુ૦ : એમનું કામ લડવાનું હતું ?
સા૦ : હા.
ભુ૦ : શેને ખાતર લડવાનું ?
સા૦ : મારામાં મર્યાદિત બુદ્ધિશક્તિ છે અને મને સવાલ સમજાતો નથી.
ભુ૦ : ઠીક, ત્યારે તમને હું એટલેથી જવા દઉ છું
એકવીસમા સાક્ષી હતા જાટ રેજિમેન્ટના સિપાહી સૈયદુલ્લાખાન. ૧૯૪૦ની ૧૨મી ડીસેંબરે હિંદી લશ્કરમાં એ જોડાયેલા. અને ૧૯૪રની બીજી જાન્યુઆરીએ મલાયા પહોંચેલા સિંગાપુરના પતન પછી ૧૯૪૩ના સપ્ટેંબર કે ઑકટોબરમાં એ આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા. ૧૯૪૫ના માર્ચ મહિનામાં એમની ટુકડી બરમામાં પોપા ટેકરીના વિસ્તારમાં ચોકિયાતી-કામગરી બજાવતી હતી. અમેરિકનો