લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૭૦ ]

અને અંગ્રેજોનું સ્થાન શોધવાનો એ પ્રયાસ કરતી હતી...એમની ટુકડી જાપાનીઓ સાથે એક ગામમાંથી પસાર થતી હતી ત્યારે એની ઉપર તાપમારો થયો. એ દોડીને એક હવાઈ હુમલામાં રક્ષણ આપતી ખાઈમાં ઊતરી પડ્યા. તોપમારો બંધ થયા પછી બહાર નીકળીને એમણે જોયું તો ન મળે જાપાનીઓ કે ન મળે હિંદીઓ. પછી એ હિંદી લશ્કરની એક ગુરખા બેટેલિયનને શરણે થઈ ગયા.

સવાલ : તમે કાંઈ રોજનીશી રાખો છો ખરા ?

સાક્ષી : હું અભણ માણસ છું અને રોજનીશી રાખતો નથી.

ભુ૦ : ત્યારે તમે પટપટ બોલી ગયા એ બધી તારીખો તમે યાદ કેવી રીતે રાખી ? બે ડઝન જેટલી તારીખે મેં સાંભળી છે.

( એનો કાંઈ જવાબ ન મળ્યો. )

શ્રી ભુલાભાઈએ પોતાનો સવાલ ફરીથી પૂછ્યો અને કહ્યું : 'તમે કાંઈ રોજનીશી રાખતા નથી. તો એક પછી એક આ તારીખો તમે કઈ રીતે આપી તે હું જાણવા માગું છું.

સાક્ષી હજી ગળચવાં ગળતો હતો એટલે શ્રી. ભુલાભાઈ બોલ્યા: 'તમને હું સીધો સવાલ જ પૂછું : આ અદાલતમાં આવતાં પહેલાં આ બધી જુબાની તમને શીખવવામાં આવી છે ? 'હા' કે 'ના'માં જવાબ આપો.

સા૦ : શી જુબાની આપવી તે મને કહેવામાં આવેલું.

ભુ૦ : એને કારણે જ તમને આ તારીખો યાદ રહી હતી ને ?

સા૦ : હા.

ભુ૦ : તમને આ બધી તારીખો ગોખાવવામાં આવેલી ?

સા૦ : હા.

બાવીસમા સાક્ષી લાન્સ–નાયક મહમ્મદ સૈયદ ૧૯૪૩માં આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા. ૧૯૪૪ની આખરમાં કે ૧૯૪૫ની