પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૩ ]


નથી, ભૂખ તરસ અને બીજી મુસીબતો ઉપરાંત મોરચા પર જાવ ત્યારે મોતનો પણ તમારે સામનો કરવો પડશે. દુશ્મને તમામ તૈયારીઓ કરી છે એટલે આપણે પણ આપણી બધી શક્તિઓ એકત્રિત કરવી પડશે.

આ૦ હિં૦ ફો૦ના અત્યારના પોકાર “ચલો દિલ્હી” ઉપરાંત આજથી એક બીજો પોકાર પણ શરૂ કરવામાં આવશે. એ છે : ખૂન, ખૂન, ખૂન એટલે કે હિંદુસ્તાનની ૪૦ કરોડની પ્રજા માટે આપણે આપણું ખૂન વહાવશું, એજ રીતે એ ધ્યેય માટે દુશ્મનનું લોહી પણ આપણે વહેવડાવશું દક્ષિણમાંના હિંદી નાગરિકોનો પોકાર આ હશે ; નિચ્છાવર સબ કરો, બનો સબ ફકીર.' 'ઈન્કિલાબ ઝીંદાબાદ ! ચલો દિલ્હી ! ખૂન, ખૂન, હજી વધુ ખૂન !”

માર્ચ મહિનામાં પ્યીનબિન ઉપર હલ્લો કરવા બેટેલિયન નં. ર ની બે કંપનીઓ મોકલવામાં આવી હતી. એ રવાના થાય તે પહેલાં કૅ. શાહનવાઝખાન એને મળવા આવ્યા. એમણે કહ્યું: 'બેટેલિયન નં ર ના સિપાહીઓ ઉપર અમારી નજર મંડાયેલી છે. એ બેટેલિયનની બે કંપનીઓ આજે પહેલી જ વાર મોરચા ઉપર જઇ રહી છે. ગયા વર્ષની લડાઈ દરમિયાન મેળવેલા અનુભવ ઉપરથી હું કહી શકું છું કે દુશ્મન બાયલો છે. તમારી પાસેથી હું આશા રાખું છું કે હિંદુસ્તાનનું નામ તમે કોઈ રીતે નીચું નહિ પાડો. તમારે માટે હું પ્રાર્થના કરુ છું.'

તે પછી સાક્ષીએ એ મોરચા પરના એક પ્રસંગની વાત કરી, જેમાં આ૦ હિં૦ ફો૦ના અફસરના તાબા હેઠળની એક ટૂકડીમાંના જાપાનીઓ દુશ્મનના ગોળીબારનો અવાજ સાંભળીને ભાગી ગયા હતા. બરમાને મોરચે દુશ્મનની ટૂકડીએ સાથે આ૦ હિં૦ ફો૦ના સિપાહીઓને થયેલી અથડામણો, આ૦ હિં૦ ફો૦એ ભગાડેલા દુશ્મન સૈનિકો, આ૦ હિં૦ ફો૦ ઉપર એક સ્થળે બાર બ્રિટિશ વિમાનોએ