પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[૭૪ ]

૩-૪ કલાક સુધી કરેલો બોંબમારો, વ.નું વર્ણન કર્યા બાદ સાક્ષીએ જણાવ્યું કે ૧૯૪૫ના એપ્રિલની આખરમાં કૅ૦ સેહલગ એને તેમના માણસો ચારે બાજુથી ઘેરાઈ ગયા હતા. પોતાના માણસોને ભેગા કરીને કૅ૦ સેહલગે એમને કહ્યું, “આપણી સામે હવે ત્રણ રસ્તા ખુલ્લા છે: એક તો અગાઉની માફક લડતાં લડતાં દુશ્મનની હરોળ વીંધીને જતા રહેવાનો, બીજો નાગરિક-વેશમાં ભાગી નીકળવાનો અને ત્રીજો યુદ્ધકેદીઓ બની જવાનો.” એક કલાકની વિચારણા બાદ બધા અફસરો એ યુદ્ધકેદીઓ બની જવાનું નક્કી કર્યું.

તે પછી કૅ. સેહગલે મિત્રદળોના કમાન્ડરને એક ચિઠ્ઠી મોકલી. એમણે સાક્ષીને કહેલું કે પોતે યુદ્ધકેદી બનવા માગે છે એવું એમણે એ ચિઠ્ઠીમાં લખ્યું હતું. કૅ૦ સેહગલે પોતાના અફસરોને કહેલું કે, યુદ્ધકેદીઓ બનાવવાની આપણી માગણી નહિ સ્વીકારાય તો આપણે લડવાનું ચાલુ રાખશું.

શરણાગતિ પૂર્વેના દિવસેાની વાત કરતાં સાક્ષીએ કહ્યું કે, ૧૯૪૫ના માર્ચમાં અમારી રેજિમેન્ટ પોપા પહોંચી ત્યારે કૅ૦ સેહગલે એમને કહેલું કે, “જેમને આ૦ હિં૦ ફો૦માં ન રહેવું હોય અને દુશ્મનપક્ષે જતા રહેવું હોય તેમણે મને એ વાત કરી દેવી. એટલે એ બધાને એક ટૂકડીરૂપે દુશ્મનની છાવણીમાં મોકલી દેવાની વ્યવસ્થા કરવામાં આવશે. પણ પોતાની સાથે હથિયારો કે કાગળિયાં લઇ જવાની રજા આ લોકોને મળશે નહિ, હું એમ ઈચ્છું છું કે એક એક અને બબ્બે માણસો નાસી ન જાય.”

સાક્ષીએ થોડા કિસ્સા વર્ણવ્યા: જેમાં ફોજમાંથી નાસી છૂટનારાઓ અને નાસી છૂટવાની કોશિશ કરનારાઓએ પોતાની ભૂલ કબૂલ કર્યાથી અને માફી માગ્યાથી કૅ૦ સેહગલે તેમની સજા માફ કરી હતી. હુકમપાલનની ના પાડવા બદલ મોતની સજા પામેલા