પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૭૬ ]

એપ્રિલની ૧૯ મીએ અંગ્રેજોએ એમની ઉપર હુમલો કર્યો. પહેરેગીરો નાસી ગયા અને સાક્ષી જઈને અંગ્રેજો સમક્ષ રજૂ થયા.

તે પછીના સાક્ષી સિપાહી જાગીરીરામ સિંગાપુરના પતન પછીના આકટોબર માસમાં આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા. મહમમ્મદ હુસેનની સાથે ફોજમાંથી નાસી જવાની કેાશિશ કરવા બદલ મહમ્મદ હુસેનને અપાયેલી મોતની સજાનો અમલ કરવાનું કામ એને બળજબરીથી સોંપાયેલું એમ સાક્ષીએ કહ્યું. સાક્ષી હિંદી લશ્કરમાં તબીબી ખાતામાં હતા અને પાટાપીંડી કરવાનું અને પથારીઓ પાથરવાનું કામ એ કરતા. એમણે કદી કેાઈ હથિયાર વાપર્યું નહોતું. છતાં મહમ્મદ હુસેન ઉપર ગોળીબાર કરનારા ત્રણમાંના એક તરીકે એમને ઊભા રાખવામાં આવેલા. એમના હાથમાં જબરદસ્તીથી રાયફલ પકડાવાયેલી અને જો એ રાયફલ ન ચલાવે તો મહમદ હુસેનની સાથે એને પણ ઠાર મારવાની ધમકી અપાયેલી. પરિણામે સાક્ષીએ મહમમદ હુસેન ઉપર રાયફલ ચલાવેલી.

: ૧૧ :

૩૦ મી નવેંબર : શુક્રવાર

મહમ્મદ હુસેન એક મુસલમાન હતા તેથી વિશેષ એમને વિષે સાક્ષીને કાંઈ માહિતી નથી એમ એણે કહ્યું. એ સાવ અભણ છે અને રોમન લિપિમાં માત્ર પોતાનું નામ લખી જાણે છે. તારીખિયાની, સાલની, મહિનામી કે બીજી કશી જ એમને ખબર નથી. મહમ્મદ હુસેનને ગોળીએ દેનારા એની સાથેના બે બંધૂકધારીએામાંનો એક શીખ હતો અને એક તામીલ હતો. એથી વિશેષ એમને વિશે સાક્ષી કાંઈ કહી શકે તેમ નહોતા.

પછી આવ્યા ફરિયાદપક્ષના પચ્ચીસમા સાક્ષી લાન્સ–નાયક સલાર મહમ્મદ. સિંગાપુરના પતન પછી આ૦ હિ૦ ફો૦માં જોડાઈને અાખરે ૧૯૪૫ના એપ્રિલમાં બરમા મોરચે અંગ્રેજો સાથે એ