પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
' હિંદુસ્તાનની સાચી તસ્વીર અમે ભાળી ?'

ફરિયાદીનો પક્ષ પૂરો થયો તે પછી ત્રણેય આરોપીઓએ અદાલત સમક્ષ પોતાનાં જુદાં જુદાં નિવેદનો કર્યો. ચાલીસ મિનિટ સુધી ચાલેલું કૅ. શાહનવાઝખાનનું નિવેદન આ રહ્યું:

'જંજુઆ રજપુતોના કુળમાં મારો જન્મ થયો છે. મારા પિતાએ હિંદી લશ્કરમાં ત્રીસ વરસ સુધી નોકરી કરી હતી. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મારા કુટુંબનો એકેએક સશક્ત માણસ લશ્કરમાં જોડાઈ ગયો હતો. અત્યારે એમાના એંશી જેટલા હિંદી લશ્કરમાં અફસરો તરીકે કામ કરી રહ્યા છે. ટૂંકમાં હું અણિશુદ્ધ લશ્કરી વાતાવરણમાં ઊછર્યો છું, અને ૧૯૪૩ના જુલાઈમાં સિંગાપુરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝને હું મળ્યો ત્યાં સુધી રાજકીય દ્રષ્ટિએ હું લગભગ અભણ હતો. જુવાન અંગ્રેજ અફસરોની આંખો વડે હિંદુરતાન જોતાં મને શીખવવામાં આવેલું, અને મને એક સિપાહીગીરી અને બીજી રમતગમત સિવાય કોઈ ત્રીજી વાતમાં રસ નહોતો.

૧૯૪૨ની ૨૯મી જાન્યુઆરીએ હું સિંગાપુર પહોંચ્યો ત્યારના સંજોગો ઘણા કટોકટીભર્યા હતા. તેમ છતાં બહાદુરીથી લડવાનું મેં નક્કી કરેલું. ૧૯૪૨ની ૧૩, ૧૪ ને ૧૫મી ફેબ્રુઆરીની સિંગાપુરની લડાઈ દરમિયાન મારી જમણી અને ડાબી પાંખ પરના બ્રિટિશ અફસરો પોતાની ટુકડીઓ સહિત નાસી ગયા હતા ત્યારે પણ, મારા ઉપરી અફસરે શરણે જવાનો હુકમ ન આપ્યો ત્યાં સુધી હું મારી જગ્યાએ ટકી રહ્યો હતો.

આ હુકમ મને ઘણો અકારો લાગ્યો, કારણકે મને થયું કે દુશ્મન સામે લડવાનો સરખો મોકો મને આપવામાં આવ્યો નહોતો. લડાઈમાં આમ મને મોડે મોડે સિંગાપુર લાવીને તરતજ હથિયાર