પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૮૬ ]

હતું; અને બદલામાં સર્વોચ્ચ બ્રિટિશ અફસરદળ અમને જાપાનીઓની દયા ઉપર છોડીને જતું રહ્યું.

અમને લાગ્યું કે, બ્રિટિશ તાજ સાથે અમને બાંધતાં તમામ બંધનો બ્રિટિશ સરકારે પોતાની મેળે જ તોડી નાખ્યાં છે. આ૦ હિં૦ ફો૦ ના જી.ઓ.સી. તરીકે ઓળખાતા કૅપ્ટન મોહનસીંધના હાથમાં જાપાનીઓએ અમને સોંપી દીધા. એની નીચે રહીને અમારું તકદીર ઘડવાની અમને સ્વતંત્રતા હતી. અમે સાચા દિલથી એમ માન્યું કે બ્રિટિશ તાજે અમને જરા પૂરતું રક્ષણ આપવું બંધ કર્યું હોઈને હવે તે અમારી વફાદારી માટે દાવો કરી શકે નહિ.

૧૯૪૨ના જૂનમાં મને બેંગકોક પરિષદમાં આમંત્રણ આપવામાં આવ્યું, પણ મેં એ આમંત્રણ નકાર્યું. પણ ૧૯૪રના જૂનથી ઑગસ્ટના અંત સુધીમાં એવા મહત્વના બનાવો બન્યા કે જેથી આ૦ હિં૦ ફો૦ની બહાર રહેવાના મારા આગલા નિર્ણયને ફરી વિચારવાની મને ફરજ પડી.

એક તો લડાઈના દરેક મોરચા ઉપર જાપાની દળેાએ ચોંકવનારા વિજયો મેળવ્યા હતા. અને હિંદુસ્તાન ઉપરના આક્રમણની ઘડીઓ ગણાઈ રહી હતી. બધાને એમ થતું હતું કે થોડાજ વખતમાં હિન્દુસ્તાન સામે જાપાની ધસારાનો ભય ખડો થશે. બી. બી. સી. (લંડન રેડીઓ)એ પણ એ આવતી આપત્તિઓમાં સહાનુભૂતિ દર્શાવતો સંદેશો મોકલ્યો હતો.

સિંગાપુરમાં પૂરવણી તરીકે આવેલા છેલ્લા સિપાહીઓમાં એકલા કાચા રંગરૂટ હતા; અને હિંદના સંરક્ષણ માટે કેવાક સિપાહીઓ મોજૂદ હશે તેનો ઠીક ઠીક ખયાલ એ આપી રહેતા હતા. સિંગાપુરની શરણાગતિ અગાઉ થોડાજ વખત પહેલાં ત્યાં આવેલા અફસરો એમ કહેતા હતા કે હિન્દુસ્તાનમાં લશ્કર પાસે આધુનિક