પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૮૮ ]


હિંદના સંરક્ષણની જવાબદારી એકલા પોતાના હાથમાં બ્રિટિશ સરકારે રાખી અને એ સંરક્ષણનું કાર્ય ઉપાડી લઈને તેનું સંચાલન કરવાની અમારા પોતાના નેતાઓની માગણીને એણે તિરસ્કાર- પૂર્વક નકારી હતી.

હિંદમાં સંરક્ષણ અંગેની તૈયારીઓ વિષે અમને જે માહિતી મળતી હતી તે જરાય ઉત્સાહપ્રેરક નહોતી, અને અંગ્રેજો જાપાનીસ ધસારો અટકાવી શકશે કે કેમ તેની ખાત્રી અમારામાંના સૌથી વધુ આશાવાદીઓને પણ હતી નહિ, નાગરિક પ્રજા તો જરાય સામનો કરવાનો વિચાર સરખો પણ કરી શકે તેમ નહોતી; અને તેણે તો અકથ્ય યાતનાઓ અને મુસીબતોનો ભેાગ બનવું જ રહ્યું હતું. ધીખતી ધરાની નીતિ અપનાવવાનો નિર્ણય અંગ્રેજો કરી ચૂક્યા હતા, અને તેનો અમલ પણ શરૂ કરી દીધો હતો, તેથી તો એ વિનાશમાં અધિક ઉમેરો થવાનો હતો.

લાંબી ચર્ચાઓ પછી અમને એકજ ઉકેલ સૂઝ્યો કે એવું એક મજબૂત અને શિસ્તબંધી લશ્કરી દળ ઊભું કરવું કે જેનામાં અત્યારની પરદેશી હકૂમતની સામે લડવાની સાથે સાથે, જાપાનીઓના હાથે અમારા દેશબંધુએાની લાજ લૂંટાય તો તેમનું રક્ષણ કરવાની, અને અંગ્રેજોની જગ્યાએ દેશના રાજકર્તા બનવાના જાપાનીઓના કોઈપણ પ્રયાસનો સામનો કરવાની તાકાત હોય અને તૈયારી પણ હોય.

મલાયા અને બરમામાંના હિંદીઓના જાનમાલ અને ગૌરવનું જે રક્ષણ આઝાદ હિંદ ફોજ કરી ચૂકી હતી તેણે એમાં જોડાવા માટેનું વધુ એક સબળ કારણ આપ્યું.

દિવસોના દિવસ સુધી હું એક ઘોર માનસિક યુદ્ધમાંથી પસાર થયો. જેમની સાથે ખભેખભા મિલાવીને હું લડ્યો હતો એ મારા આગલા સાથીઓ પ્રેત્યેની વફાદારી એક તરફ હતી, અને બીજી બાજૂ