પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂટતી કડી
૧૨૫
 

 વાંચનાર સુથાર તરફથી હવે એને ઉશ્કેરાટનું કશું જ કારણ નહોતું મળતું છતાં થોડી થોડી વારે એ બબડ્યા કરતો હતો :

‘મારા હાળાંવ ! પોતાના જ પગ હેઠે બળતું ભાળતાં નથી ને પારકી પંચાત કરવા નીકળ્યાં છે—’

‘નવરાં ચૌદશિયાને ગામની ચેષ્ઠારી કરવા સિવાય બીજો ધંધો જ નથી—’

તાજેતરની ઘટનાઓને પરિણામે રઘાનું નાક કપાયું હતું પણ હજી હોઠ સાજા હતા, તેથી ઉત્તર પણ ઝાઝા હતા, પણ એ ઝાઝા ઉત્તરો આપતી વેળા એના અંતરમાં તો પેલી ખૂટતી કડીના ઉલ્લેખે જબરું ઘમસાણ મચાવી મૂક્યું હતું.

આવા રંગભંગી માણસને છંછેડવામાં માલ નહિ, રીઝે તો રાજ આપે ને ખીજે તો ખતમ કરી નાખે એવા માણસને તો નવ ગજના જ નમસ્કાર, એવું એવું વિચારીને ઘરાકો હવે પેલી ધીમી, ગુસપુસ છોડીને મોટેથી આ મોસમે કેટલો ને કેવોક પાક ઊતરશે એની ચર્ચાએ ચડી ગયાં હતાં.

‘સમસેર ને સરખો વરસાદ પડ્યો છે, એટલે વરહ સોળને સાટે અઢાર આની ઊતરશે—’

‘આખી ઓઝતને કાંઠે આંખ ઠારે એવા માથોડું માથોડું મોલ જામ્યા છે.’

‘આગલું વરહ આઠ આની ઊતર્યું’તું, એટલે ઓણ સાલ સોળ આની પાક્યું. હવે વળી આવતું વરહ આગલા જેવું મોળું સમજવું.’

‘ભાઈ ! કુદરતમાં પણ માણહના જેવો જ સભાવ હોય. આપણાં એક જ માનાં જણ્યાં સહુ છોકરાં સરખાં નથી ઊતરતાં તો વરહે વરહે મોસમ તો એકસરખી ક્યાંથી ઊતરે ? બે સાલ સારી તો બે સાલ મોળી... હાલ્યા કરે ઈ તો—’

‘સવા કુંભારને હાથે બે હાંડલાં ય ક્યાં એકસરખાં ઊતરે છે તી વળી સારાંમોળાં વરહનો ધખધોખો કરીએ ? જંદગાનીની