પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂટતી કડી
૧૨૯
 

 ‘નથી જોતાં મારે એવાં ફદિયાં !’

‘તો આંયાં ય કોણ નવરું છે તને ખટવવા ?’

‘તો હવે તું સુતારના પેટનો હો, તો ઉંબરો ચડીશ મા—’

‘એલી તાંબડી ! જીભ સંભાળજે !’

‘શું બોલ્યો ?’

‘તાંબડી – લોટ માગવાની તાંબડી.’ જેરામે કહ્યું. ‘તેં મને છોડિયું કીધો, તો હું હવે તને તાંબડી કહું—’

સાંભળીને હૉટેલના સહુ ઘરાકો ખડખડાટ હસ્યા. ૨ઘાના મગજની કમાન છટકી. પણ હવે એની પાસે કશા ઉગ્ર કે અપમાનજનક શબ્દો બાકી નહોતા રહ્યા તેથી આ જુવાનિયાને મુષ્ટિપ્રહાર કરવા એ થડા પરથી હેઠો ઊતરવા પ્રવૃત્ત થયો. પણ એ પાંચ મણની કાયાનું તખત પરથી પતન કરાવવું એ કાંઈ સહેલું કામ નહોતું તેથી તેણે હાક મારી :

‘છનિયા ! મને હેઠે ઉતાર્ય !’

હવે હૉટેલના ઘરાકોને પણ થયું કે મામલો હાથથી ગયો છે. રઘાએ હાથમાં સોપારી કાતરવાનો સૂડો લીધે ત્યારે તો પ્રેક્ષકોને લાગ્યું કે હવે તો ઝાટકા જ ઊડવાના. એમાંય, આંખ મિંચકારતા છનિયાએ ખભાનો ટેકો આપીને રઘાને નીચે ઉતાર્યો ત્યારે તો સહુને થયું કે આજે કાં તો ગોરદેવતાની ને કાં તો મિસ્ત્રીની ખેર નથી રહેવાની.

રઘો હજી સૂડાનું ધારદાર પાનું ઊઘાડે એ પહેલાં તે જેરામે એક ખેડૂતના હાથમાંથી કડીઆળી ડાંગ આંચકીને રઘા સામે ઉગામી પણ દીધી. બોલ્યો: ‘ઈ સૂડેથી તો સોપારી કાતર્ય, સોપારી ! આ કડીઆળી એક પડશે તો બીજી નૈં માગ્ય !’

‘હવે હાંઉં કરો, હાંઉં !’ કહીને બેચાર ડાહ્યા માણસો વચ્ચે પડ્યા. એક જણે રઘાના હાથમાંથી સૂડો ઝૂંટવી લીધો; બીજાએ