પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
લીલુડી ધરતી
 

 ને પતિને પિંડ આપવાનો છે, ત્યારે આ પાડોશણ પિતાની પારાયણ માંડીને ક્યાં બેઠી ?

‘એલી વવ ! આ ભાયડાની જાત્યનો શભાવ તો જો, શભાવ ? મૂવો હજી સાવ હાથેપગે હતો ને પારકે કાંટે–છાબડે ડુંગળી જોખતો’તો તંયે હું બવ વાલી લાગતી’તી, ને હવે ઘેરે ખેતરવાડી થ્યાં એટલે હું દવલી થઈ ગઈ ને દીઠી ય નથી ગમતી !’

ઝમકુ પોતાના હૈયાની એક પછી એક અગનઝાળ ઓકતી જતી હતી. એને કોણ સમજાવે કે ઊજમ આજે એને સાંત્વન પણ આપી શકે એવી સ્થિતિમાં નથી !’

‘એ ઝમકુકાકી ! તમારો ભનકો જાગ્યો છે, ને ભેંકડો તાણ્યો છે !’ અંદરના રાંધણિયામાંથી સંતુએ બૂમ મારી.

‘આ છોકરાં ય મૂવાં કાળનાં કાઢેલ છે...એના બાપની જેમ સહુ મારા લોહીનાં ઘરાગ...’ કરતીકને ઝમકુ કટાણું મોઢુ કરીને અત્યંત અનિચ્છાએ ઊભી થઈ.

છાશના લોટા ઉપર સાડલાનો છેડો ઢાંકીને ડેલી બહાર જતાં પણ એ અસ્પષ્ટ બબડતી ગઈ : ‘ઓલ્યા ભવનાં લેણિયાત હંધાંય...જીવું છઉં ન્યાં લગણ લોઈ પી લ્યો, ઘૂંટડેઘૂંટડે...મરી જઈશ પછે સંભારશો સૌ મને...’

ઝમકુ ગઈ પછી ઊજમે એક ઊંડો ઉચ્છૂવાસ મૂક્યો. ‘અરરર ! આ હું દિનરાત મારા ધણીને ઝંખુંઝૂરું છું. ને આ ઝમકુડીને દેહોદ જેવો ધણી બેઠો છે, તો ય રોજ ઊઠીને આવા લોઈઉકાળા થાય છે ? આ દુનિયામાં સુખી કોણ ? આ તો, ઈશ્વરગિરિ મહારાજ કથા કરતાં કહે છે એવો તાલ છે : ‘રાંડી રૂવે માંડી રૂવે, સાતમાટિયાળી મોં ન ઉઘાડે.’

સવારના પહોરમાં આ પડોશણના ટૂંકા સહવાસથી ઝમકુને તો કશી શાતા ન સાંપડી પણ ઊજમને એમાંથી ઘણું ઘણું આશ્વાસન મળી રહ્યું. આ સંસારમાં કોઈ સુખી નથી. કોઈને સાચું