પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આડો ઘા
૧૭૭
 

લાગતો હતો. આ શરતનું પરિણામ શું આવશે એ અંગે સચિંત જણાતો હતો. એને બિચારાને ક્યાં ખબર હતી કે અત્યારે પાણીશેરડે ઊભેલી સંતુ છાનીમાની મારા તરફ તાકી રહી છે !

ગોબર ચિંતાતુર હતો, ને સંતુ હરખાતી હતી. એ ખેલાડીને શી રીતે ખબર આપવી કે આ વિજયપ્રસ્થાનને વેળાએ બે આંખો તારા પર અમીવર્ષણ કરી રહી છે...!

સંતુએ મુખીની જોડે માંડણને પણ આમતેમ હરફર કરતો જોયો અને તુરત એ ચિંતાતુર બની ગઈ. અરે, આ કટંબના વેરીને શું કામે ભેગો લીધો હશે ? મારગમાં કાંઈ મેલી રમત રમી જાશે તો ? કાળી રાતે કાંઈ કૂડકપટ કરશે તો ? જૂનાં વેર વાળવા એ ખૂટામણ તો નહિ કરે ને ? અરેરે, મેં હજાર દાણ કીધું છે કે મૂવા માંડણિયાનો વશવા ન કરશો, પણ મારી વાત કોઈ માનતાં જ નથી ને ! કહી કહીને થાકી ગઈ કે આ દગાબાજ માણસથી દહ ગાઉ આઘા રહેજો; પણ કોઈ કાનસરો જ દેતું નથી !

સંતુએ સારી વાર સુધી ઝીણી નજરે જોયું તો માંડણિયો જાણે કે ગોબરનો જિગરજાન મિત્ર હોય એ રીતે વર્તી રહ્યો હતો. ગોબરને સલાહસૂચનાઓ આપતો હતો; રમત માટેના સરંજામની વ્યવસ્થા કરતો હતો; વેઠિયા વાણંદને હુકમ પર હુકમ છોડતો હતો. સંતુના મનમાં ફરી વાર પ્રશ્ન ઉદ્‌ભવ્યો : માંડણિયો મિત્ર છે કે શત્રુ ?

ટપુ વાણંદની વહુ બબ્બે બેડાં ભરીને ઘેર રેડી આવી તોપણ સંતુએ એક પણ ઘડો સીંચ્યો નહિ, એ તો અનિમિષ અને ભૂતેશ્વરના દેવાલય તરફ તાકતી ઊભી જ રહી, એને અભિલાષા હતી, ગોબરને નાળિયેર ફેંકતો જોવાની. ગોબરના હાથનો ઘા તો બબ્બે ત્રણ ત્રણ નાડાં વા સહેલાય છે એ વાયકા ને વાસ્તવિક રૂપે નિહાળવાના