પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આડો ઘા
૧૮૧
 


આખા કણબીપાનો રખેવાળ ડાઘિયો કૂતરો મોડે મોડે ભસ્યો ત્યારે સંતુને સમજાયું કે નાકા ઉપર કોઈ માણસ કે ગાડું –ગડેરું આવી રહ્યું છે. તુરત એને કાને ટીહાના ગાડાનાં પરિચિત પૈડાંનો ખખડભભડ અવાજ આવ્યો અને એ દોડતીકને ડેલી બહાર નીકળી.

‘આટલા બધા અહૂરા ?’ સંતુએ પિતાને પૂછ્યું અને કશો ઉત્તર કે ખુલાસો સંભળાય એ પહેલાં તો એણે અધીરાઈથી બીજો પ્રશ્ન પૂછી નાખ્યો : ‘આપણા રમવાવાળાને ક્યાંય ભાળ્યા ?’

‘ઈની ભેગો ભેગો હાલ્યો એમાં જ અહૂરો થઈ ગ્યો’ ટીહાએ કહ્યું.

'સાચે જ ? તમને ઈ હંધાય ક્યાં ભેળા થ્યા ? કેટલેક આઘે પૂગ્યા ? કેટલાં નાળિયેર ફૂટ્યાં ? સહુ હેમખેમ છેને ? કોઈને કાંઈ બોલાચાલી તો નથી થઈને ? કેટલા કેટલા ગાવ હાલીને ટીમણ કરે છે ? સહુ છે તો સાજાનરવા ? ને એકેક નાળિયેર કેટલુંક આઘું સહેલે છે ? કોઈ થાકી તો નથી ગ્યા ને ?...

સંતુએ તે પ્રશ્નોની ઝડી જ વરસાવી તેથી હરખે એને ઠપકો આપ્યો :

‘એલી છોડી ! તારા બાપને જરાક વિહામો તો ખાવા દે ? હાહ તો હેઠો મેલવા દે !’

પણ આજે તો ટીહો પોતે જ આ પ્રશ્નો બાબતમાં એટલો બધો ઉત્સાહિત હતો કે એ વિસામો ખાવા કે શ્વાસ હેઠો મૂકવા પણ રોકાયા વિના સંતુને સમાચારો આપવા લાગ્યો :

'હું તો કન્ત્રાટીને કારખાને છેલ્લું ગાડું ઠાલવીને પાછો વળતો’તો ત્યાં તો પાદરમાં આપણા ગામના લાવ-લશ્કરનો પડાવ ભાળ્યો. ગિધાની હાટનાં ગાંઠિયા પેંડાના પડીકાં ઉપર પડીકાં તૂટે છે. ટપુડો વાણંદ સહુની ચાકરી કરે છે. એક કોર્ય ગાડામાં ધડકી નાખીને મુખી ભવાનદા આડે પડખે પડ્યા છે, ઓણી કોર્ય મંગાળા માંડીને નકરા દૂધની ચાયું કઢાય છે. ઓલ્યા સાઈકલ ઉપર આવ્યા’તા, ઈ