પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાછલી રાતે
૧૯૧
 


નીકર પાંચ–સાત ઘાના ફેરમાં જ દલસુખ જીતી જાશે.’

‘પછી ? પછી આડેધડ નાખ્યા ?’

‘નાખવા જ પડે ને ! નીકર તો થોડાક ઘા સારુ થઈને ઠેઠ કાંઠે આવેલું વહાણ ડૂબવા જેવું થાય.... પહેલી ટૂંકે પૂગતાં તો પચીસેક જેટલાં નાળિયેર મેં બચાવી દીધાં.’

‘પહેલી ટૂંકે પૂગી ય ગ્યા ?’

‘હા. આ તો તને વાત કરવામાં પૂગ્યો ગણાઉં'. સાચોસાચ પૂગતાં તો નેવાનાં પાણી મોભે ચડાવવા જેવું આકરું લાગ્યું’તું.’

‘ઈ તો હું યે સમજું છું. પણ પછે શું થયું ઈ તો કિયો ઝટ !’

‘પહેલી ટૂકે જઈને મુખીએ ફરીદાણ ગણતરી કરી જોઈ ને હવે બે ટૂક ચડતાં કેટલાં નાળિયેર ફૂટશે એની અટકળ કાઢી. મને કીધું કે ગોબર, આપણે અઢી હજારનો આંકડો બોલવામાં જરાક ભૂલ ખાધી છે. પાંચ−પચી ખૂટી પડશે એમ લાગે છે.’

‘પછી ? પછી ?’

‘પછી મેં કીધું કે નહિ ખૂટવા દઉં. જરાક આઘેરા ઘા નાખીને ય અઢી હજારમાં આંબી લઈશ.’ મુખી રાજી થયા. બોલ્યા : ‘મારી ને ગામની બેયની આબરૂ હવે તારા હાથમાં....’ માંડણિયાએ ય મને હૈયારી દીધી. ટપુડે ટેં ટેં કરતાં ય ફરીદાણ મારો હાથ રગદોળી દીધો ને અમે ઊપડ્યા. ધાર્યા કરતાં અરધા ઘામાં બીજી ટૂકને આંબી ગ્યા.’

‘હા, પછી શું થયું ? કજિયો કિયે ઠેકાણે થ્યો ? કેમ કરતાં થયો ?’

‘કજિયો તો ઠેક લગણ પૂગી ગ્યા કેડ્યે થ્યો. પણ બીજી ટૂકે અમને લાગ્યું કે હવે શરત જીતવામાં વીમો છે. હવે સમજાણું કે દલસુખે અઢી હજાર ઘામાં આપણને શું કામે શીશીમાં ઉતાર્યા’તા ને વેરસીને શું કામે રમવા નો’તો દીધો. માંડણિયો આવીને કહી ગ્યો કે હવે મામલો કટોકટીનો છે. એકેક નાળિયેરે કોથળામાંથી અમે