પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
લીલુડી ધરતી
 


‘અરરર ! જીવતીએ ઝાળ લાગ્યા પછી કાંઈ રાડ્યું પાડી છે, કાંઈ રાડ્યું પાડી છે ! ઠારો...ઠારો !’

‘પણ માલીપાથી કમાડ ઠંહવીને પછેં સળગી એટલે એને ઠારવા કોણ જાય, એનો બાપ ?’

‘પણ માલીપાથી એણે કાંઈ બોકાહાં નાખ્યાં છે, કાંઈ બેકાહાં નાખ્યાં છે ! સાંભળ્યાં નો જાય એવાં કાળાં બોકાહાં !’

‘બોકાહાં નો નાખવાં હોય તો ય નખાઈ જ જાય ને ! માડી ! જીવ કાઢી નાખવો કાંઈ રમત વાત છે ? એનું કહટ કેમ કરીને ખમાય ?’

‘તો કોણે એને પાણો મેલ્યો'તો કે હાથે કરીને જીવ કાઢી નાખજે ?’

હાથે કરીને આમ જીવ કાઢી નાખવાં તી કોઈને ગમતાં હશે મારી બૈ ? બટકબોલી ટપુડાની વહુ રૂડીએ એક મમરો મૂકયો ‘કિયે છ કે માંડણિયે જ એને સળગાવી મેલી’તી !’

વાવમાં બૂડતો એકેક ઘડો, વાવનાં પાણી જોડે પાણીશેરડાના વાતાવરણમાં પણ એકેક વમળ ઊભું કરતો હતો.

‘નથુબાપાનાં વવ અજવાળામા કે’તાં’તાં, કે માંડણિયાને જીવતી મૂળ ગમતી નો’તી એટલે ઘડોલાડવો કરી નાખ્યો ! અજવાળામાં એક જ ફળિયે રે'નારાં પડોશી રિયાં ને, એટલે એનાથી કાંઈ અજાણ્યું નો હોય !’

આ સાંભળીને, પાવઠીને સામે છેડે ઘડો ખેંચી રહેલી સંતુએ પડકાર કર્યો :

‘એલી બાઈ ! તુંય સાવ ટાઢા પોરની કાં હાંક્યે રાખ્ય ! જીવતી તો માલીપાથી કમાડ ભીડીને હાથે કરીને સળગી. એમાં માંડણિયાનો વાંક શું કામ કાઢશ ?’

‘બાપુ ! તને માલીપાની ખબર્ય ક્યાંથી પડે ! માંડણિયો કે’દુને બીજું ઘર કરવાની તજવીજમાં હતો ઈ તો ગામ આખુંય