પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
લીલુડી ધરતી
 


‘વખતીકાકી ! આવા ન બોલ્યાનાં વેણ બોલતાં શરમાતાં નથી ?’ આધાતની કળ વળ્યા પછી સંતુ બોલી : ‘શું કરું આ તમારે માથે ધોળાં કળાય છે એની મને શરમ આવે છે. તમારી જગાએ બીજી કોઈએ આવાં વેણ કાઢ્યાં હોત તો ઈની જીભ જ ખેંચી કાઢત !’

વખતીને પણ હવે સમજાયું કે પોતે કળ-વકળનું કશું ભાન રાખ્યા વિના અડદ મગ ભેગા જ ભરડી માર્યા છે, તેથી એ પણ હવે નીચી નજરે પાણી ખેંચી રહી. ડોસીને એ પણ ખ્યાલ આવ્યો કે શાદૂળ જેવા ગામધણી સામે ટક્કર ઝીલનારી આ છોકરીને છંછેડવામાં માલ નથી.

માત્ર વખતી જ નહિ પણ બીજી પાણિયારીઓ ય મનમાં ને મનમાં ધ્રૂજી રહી. એક ઘા ને બે કટકા કરનારો સ્વભાવ ધરાવનારી સંતુ અબઘડીએ આ ડોકરીને ઈંઢોણીએ ઈંઢોણીએ ટીપી નાખશે એવી દહેશત સેવાઈ રહી. પણ ત્યાં તો સહુના આશ્રાય વચ્ચે સંતુએ બેડું માથા પર મૂકયું ને ‘ડોસી ! તમારા માથા પર આવ્યાં છે ઈ ધોળાં લાજે છે, ધોળાં !’ કરતીક ને ઝડપભેર ઉતરીને ગામ ભણી વહેતી થઈ ગઈ.

હવે જ વખતીના મોઢામાં જીભ આવી.

‘આવડી નખ જેવડી છોકરીનો મિજાજ, કાંઈ મિજાજ ! કાણાને કાણો ન કહેવાય, એવું કરી પડી !'

પણ ડોસીની આ ફરિયાદમાં સૂર પુરાવવાનું કોઈનું ગજુ નહોતું. તેથી વખતે એકલીને જ પોતાનું સંભાષણ ચાલુ રાખવું પડ્યું :

‘માંડણિયાની મોટી વાલેશરી નો જોઈ હોય તે ! આજ લગણ તો બે ય ઘર વચ્ચે બોલ્યાવે'વારે ય નો’તો ને હવે એની સગલી થઈને ઉપરાણાં લેવા આવે છે...’

વખતીનો આ બબડાટ હજી ય લાંબો ચાલત. પણ ત્યાં તો