પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
લીલુડી ધરતી
 


સમજાવ્યું. ‘કાલ રાતે જુનેગઢથી મોટા દાગતરને બોલાવ્યા હતા. રોગ ઘેરાઈ ગયો લાગે છે.’

શાદૂળને આવા મંદવાડ, દાક્તર ને મૃત્યુ સુદ્ધાંમાં કશો રસ નહોતો. એ તો પોતાના જિગરજાન ભાઈબંધ માંડણને જ ઝંખતો હતો. અને માંડણ તો અહીં છે નહિ એમ સમજાતાં એણે જુદી જ દિશામાં વિચારવા માંડ્યું. એકાએક એણે રઘા ગોરને પૂછ્યું :

‘કોણે મેલી છે આ રિકાટ ?’

‘તમને ચંદનહારવાળી નથી ગમતી ?’

‘મને શું ગમે છે એ તમે નથી જાણતા મારા’જ ?’ શાદૂળે પૂછ્યું.

એક ક્ષણની પણ રાહ જોયા વિના રઘો પોતાના તખત ઉપરથી હેઠો ઊતર્યો. ફોનોગ્રાફની ચાલુ રેકર્ડ પરથી ફટ કરતુંકને સાઉન્ડબૉક્સ ઉપાડી લીધું, અને એક નવી રેકર્ડ ગોઠવી દીધી. ફરી એની ઉપર સાઉન્ડ બૉક્સ મૂક્યું.

ભૂંગળામાંથી આખી શેરીને ભરી દેતું ગાયન સંભળાઈ રહ્યું :

‘મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી...’

શાદૂળે હાથી છાપનું પાકીટ કાઢીને એમાંથી ધોળી બીડી સળગાવી અને છટાથી ધુમાડા કાઢી રહ્યો...

કાળા દોરાવાળી ખાખી બીડીઓ ચૂસી રહેલા બાકીના ઘરાકો શાદૂળ તરફ સૂચક નજરે તાકી રહ્યા અને ગાયનમાંથી વારંવાર સંભળાતા ‘સંતુ રંગીલી’ શબ્દોનાં કાનસુરિયાં ચલાવી રહ્યા. ‘સંતુ,’ ‘સંતી,’ ‘સંતડી,’ વગેરે, એક જ વ્યક્તિના વિવિધ નામકરણોની ગુસપુસ ચાલી રહી.

ગુંદાસરમાં સંતુ નામધારિણી એક નહિ પણ ત્રણ ત્રણ યુવતીઓ હતી. એમાંની એક સંતુ, ખીમા તરગાળાની દીકરી, છડેલ દાળ જેવી ગોરી ગોરી હતી, તેથી એને લોકો ‘ધોળી સંતુ’ કહીને ઓળખતા. બીજી સંતુ એક સરાણિયાની છોકરી હતી; એ કાળી