પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છત્તર ઝૂલ્યાં
૨૪૩
 

 આપી આવ્યો.

ઉત્સવપ્રિય લોકોએ પણ રઘાના આ પગલાને પૂરેપૂરું અનુમોદન આપ્યું.

‘બહુ રાજી થાવા જેવું કામ કર્યું, રઘાભાઈ ! દીકરાએ દીવો રહેશે. તમારુ ઘરઆંગણું ઉઘાડું રાખશે, એકમાંથી એકવીસ થાશે.’

હરખઘેલો રઘો સામેથી ઉત્તર આપતો :

‘આવતી સાલ જ ગિરજાપરસાદને પરણાવી દેવો છે. કન્યાની શોધમાં જ છું. છોકરો ઘર માંડીને બેસે પછી મને નિરાંત. હૉટલનો વહીવટ હંધો ય ગિરજાને સોંપી દઈને હું તો મારે હાથમાં માળા લઈને ભૂતેશ્વર ભગવાન પાસે બેસી જઈશ.’

દત્તકવિધિને દિવસે તો આખા ગુંદાસરમાં ઉત્સાહનું વાતાવરણ ફેલાઈ રહ્યું. કામેસર મહારાજે ગિરજાપ૨સાદને વિધિપુરઃસર રઘાના દત્તકપુત્ર તરીકે જાહેર કર્યો અને રઘાએ ઘેરઘેર ફરીને સહુને જમણવા૨નાં નોતરાં આપી દીધાં.

આજે રઘાએ રૂપિયાની કોથળીઓનાં મોઢાં ખૂલ્લાં મૂકી દીધાં. લોકોને ચ નવાઈ લાગી. હૉટલ ચલાવનાર ગોરબાપાએ આટલું નાણું કાઢ્યું ક્યાંથી ? રાતોરાત કોઈનો હડફો ફાડ્યો કે શું ? કે પછી આપણે સહુ ખેડૂતે સરઅવસરે કરીએ છીએ એમ, ગિધાની હાટેથી કઢારે કઢાવી આવ્યો છે ? કે પછી હૉટલના ભેદી મેડા ઉપર કાગળનાણાંની નોટું છાપવાનું મશીન ચાલે છે ?’

‘ના રે ના, રઘાને તમે હજી ઓળખતા નથી. ઈ તો ચીંથરે વીંટ્યું રતન છે. બહારથી લઘરવરિયો લાગે, પણ માલીપાથી કસવાળો આસામી છે. આખું આફ્રિકા લૂંટીને આવ્યો છે. ને હંધું યે નાણું સંઘરીને બેઠો છે. ઈ દલ્લો સોંપી જાવા સારુ તે આ પારકા છોકરાને ખોળે બેસાડે છે. !’

સવારમાં ધામધૂમથી દત્તકવિધિ આટાપાયો અને સાંજે ભૂતેશ્વરની વિશાળ વાડીમાં જમણવાર યોજાયો. ગામમાં કોઈ પણ માણસ ભોજન