પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





પ્રકરણ તેવીશમું
પાણી ડહોળાયાં

લાગલગાટ ચોથે દિવસે પણ ગુમ થયેલા ગિધાના કશા જ સમાચાર ન મળ્યા ત્યારે મુખી ભવાનદાની ધીરજનો અંત આવ્યો.

‘હવે તો ગામ આખાને ખાતરી થઈ ગઈ કે ગિધાના ગુમ થવા પાછળ કશોક ભેદ છે. ચાર ચાર દિવસથી રઘાએ અને ગોબરે મળીને આખી સીમનાં કોતરોમાં તપાસ કરાવી જોઈ હતી. રખે ને અસૂરા પાછા ફરતા ગિધાને દીપડો ઉપાડી ગયો હોય, એને મારણ કર્યા પછી એનું હાડપિંજર ઓઝતના કોઈ ભાઠામાં ભરાઈ પડ્યું હોય એવી ગણતરીએ ગામના જુવાનિયાઓ જંગલની ઝાડીએ ઝાડી ખૂંદી વળ્યા હતા. છતાં ગિધાનું શબ તો શું, દીપડાનાં પગલાં પણ ક્યાંય દેખાયાં નહોતાં. પોલીસખાતામાં રીતસરની ફરિયાદ નોંધાવાઈ હોવા છતાં ગુમ થયેલા માણસનો ક્યાંયથી પત્તો લાગ્યો નહોતો.

ચારચાર દિવસથી ગામ આખામાં એક જ વાત ચર્ચાતી રહી : ગિધો ગુમ થયો છે !

ચાર ચાર દિવસથી એની હાટડી ઊઘડી ન હોવાથી અનેક માણસો મુશ્કેલીમાં મુકાઈ ગયાં હતાં. ગુંદાસરમાં ગિધો અફીણનો ઈજારદાર હતો. શાપરના ફોજદાર પાસેથી દર મહિને અફીણનો જથ્થો લાવતો અને શુદ્ધ અફીણમાં કાળી રાતે કાળીજીરીનો ભેગ કરીને એનું વજન બમણું કરી કરીને ચારગણે ભાવે ગામના અફીણિયાઓને ધાબડતો. કાપડ–કરિયાણાથી માંડીને ગાંઠિયાભજિયાં