આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૃત્યુનું જીવન
૧૭
‘એને ઢાંકી રાખવું ? સગા દીકરાના શબને ઢાંકી રાખવું ?’ હાદા પટેલના મનમાં ગડમથલ થઈ.
‘હા, છૂટકો જ નહિ, મડદું વાટ જોશે, મેધરાજ નહિ.’
પિતાએ મનને મનાવ્યા વિના છૂટકો જ નહોતો.
સર્વાનુમતે નિર્ણય લેવાયો.
પરબતના શબ ઉપર પછેડી ઓઢાડાઈ ગઈ.
ડેલીએ ડેલીએ ગાડાં જૂત્યાં. હાદા પટેલે પણ કચવાતા મને ગાડામાં બિયારણ ભર્યું, ધોંસરા ઉપર પરબતને સ્થાને પહેલી જ વાર ગોબરને બેસાડ્યો.
ગાડાનાં પૈડાં ઉપર કંકુ છંટાયું. મગનું શુકનવંતુ ધાન્ય વેરાયું અને સામટાં ગાડાં એકીસાથે ગુંદાસરના પાદરમાંથી બહાર નીકળ્યાં ત્યાં તો સચરાચરને જીવનની સોગાદ આપનારો ગિરનારી મેઘ મૂશળધારે તૂટી પડ્યો.
*