પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાતાળનાં પાણી
૨૯૬
 


પટેલની હાજરીમાં સતીમાની દેરી સન્મુખ શપથ લીધેલા કે આ અવતારમાં કદી ય દારૂને નહિ અડું અને એ શપથ એણે ચુસ્તપણે પાળી બતાવ્યા એ પછી તો માંડણ પ્રત્યે સંતુ–ગોબરને અસીમ શ્રદ્ધા અને સદ્‌ભાવ જાગ્યાં હતાં.

‘તું ભલેની ‘ના ના,’ કર્યા કર, પણ તને પરાણે ઘરઘાવી દઈશું.’ ગોબર–સંતુ વારંવાર એને ધમકીઓ આપ્યા કરતાં હતાં.

‘મારા ઘરમાં બેહનારીના ય ભોગ લાગશે બચાડીના.’

‘તારા હાથમાં સાથી તો ટકતો નથી,’ ગોબરે કહ્યું, ‘તું તો સાથીને ય શાદૂળિયો સમજીને લાકડીએ લાકડીએ લમધારી નાખશ. પછી ઠુંઠે હાથે એકલાં એકલાં ખેડ્ય કેમ કરીને થાય ?’

‘પણ એવી તી કોણ કરમની ફૂટેલી હોય કે મારા જેવા ઠુંઠા માણહનું ઘર માંડવા આવે ?’

‘ફૂટ્યાં કરમવાળી નહિ પણ સાજાં કરમવાળી મેં એક ગોતી છે.’ સંતુએ કહ્યું.

‘કોણ છે ? કોણ છે ?’ ગોબર અને માંડણ બન્ને પૂછી રહ્યાં.

‘મારી એક સહીપણી માંડણ જેઠ ઉપર મોહી પડી છે.’

‘એલા માંડણ ! તારાં નસીબ ઊઘડી ગયાં !’ ગોબરે માંડણની પીઠ થાબડી.

‘ખોટી વાત,’ સંતુ તરફ ભેદી નજરે તાકી રહેતાં માંડણ કરુણ સ્વરે બોલ્યો. ‘આ ઠુંઠા માણહમાં મોહી પડવા જેવું શું બળ્યું છે ?’

‘તંયે તમને હજી ખબર નથી, માંડણ જેઠ !’ સંતુએ સમજાવ્યું. ‘મારી સહીપણી તો તમારી ઉપર વારી ગઈ છે. ઈ તો કિયે છ કે માંડણભાઈ એક હાથે શું, બેય હાથે ઠુંઠા હોય તો ય હું તો પરણું—’

‘કોણ છે ઈ અક્કલની બારદન ?’ માંડણે લાપરવાહીથી પૂછ્યું.

‘વાહ રે માંડણ જેઠ !’ સંતુએ એક મોહક અભિનય વડે