પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





પ્રકરણ છવ્વીસમું

માનતા ફળી !


માંડણનું આ અણધાર્યું પરિવર્તન ગોબરથી અજાણ્યું ન રહ્યું. પણ એ એનું કશું કારણ પૂછેકારવે એ પહેલાં તો માંડણે માગણી કરી :

‘અડધો રૂપિયો લાવ્યની !’

‘રૂપિયો શું કરવો છ ?'

‘જરીક ગામ ઢાળો જઈ આવું —’

નમતા બપોરના તડકામાં વાડીની સૂકી ધરતી પર પથરાતા માંડણના લાંબા ભયજનક પડછાયા તરફ તાકી રહેતાં ગાબરે પૂછયું :

‘ચાનો કોપ પીવાની તલપ લાગી છે ? તો જીવો ખવાહ ખાતે લખીને પાશે, રોકડાની શું જરૂર છે ?’

‘મારે રોકડો જ જોયેં —’

ગોબરે વધારે દલીલ કરીને આ દખિયા જીવને વધારે દુ:ખી ન કર્યો. એણે તરત પોતાનું કેડિયું ઊંચકીને એના ખિસ્સામાંથી અધેલો સેરવી કાઢ્યો ને માંડણના હાથમાં મૂકયો.

‘અબઘડીએ પાછો આવું છું.’ કહીને માંડણ ગામની દિશામાં વહેતો થયો.

માંડણ ગયો અને થોડી જ વારમાં વાડીના ખોડીબારા પર જુસબ ઘાંચી દેખાયો. દિવસ આખો ઘાણીએ બેસીને તલ પીલનાર અને રાતે પાલો ભરેલો એકો હાંકનાર જુસબનાં કપડાં સાચા અર્થમાં ‘ઘાંચી જેવાં મેલાંઘાણ જ રહેતાં. તેલ વડે રસબસતા એનાં પહેરણ