પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બેડું નંદવાણું
૩૧
 


આ વખતે તો ખુદ માંડણિયાને પણ હસવું આવી ગયું, પણ એનું સોજી ગયેલું નીચલું જડબું જરાક ત્રાંસું થઈને એ જ સ્થિતિમાં થંભી ગયું, તેથી શાદૂળે સંભળાવ્યું :

‘એલા, આના કરતાં તો ઘીરે જઈને ગોદડું ઓઢીને સુઈ જા તો શરમાવું ન પડે. આવું તોબરું ચડાવીને રસ્તા વચાળે બેઠો છ, તો વહરો લાગ છ વહરો !'

‘અરે દરબાર ! તમે હજી માંડણિયાને ઓળખતા નથી. લાલો લાભ વિના લોટે એવો નથી.’ રઘો ગોર આજે ઠેકડી કરવાની જ રગમાં હતા તેથી બોલ્યો, ‘જુવાન અટાણે સંતુનાં દર્શન કરવાને લોભે આંયાંકણે બેઠો છે.’

‘એમ વાત છે !’ શાદૂળે આનંદમાં આવી જઈને પમ્પ શૂઝ ઉપર હોકી-સ્ટીક પછાડી.

'માંડણિયાને તમે શું સમજો છો ?' રઘાએ ચલાવ્યું. ‘ગોબરિયાના હાથનો ઠોહો ખાઈ આવ્યો છે ઈ તો વાએ કમાડ ભિડાઈ ગયા જેવું થઈ ગયું. બાકી તો જુવાન જેટલો બાર્ય દેખાય છે એટલો જ હજી માલીપા ભોંયમાં છે.’

‘એલા, તારી સગલી સંતુની વાટ જોછ ?’ શાદૂળે પૂછ્યું.

જવાબમાં માંડણે માંડમાંડ જડબુ ત્રાંસુ કર્યું પણ કશું બોલી ન શક્યો. એટલે વળી ૨ઘો એની કુમકે આવ્યો :

‘એને બિચારાને પૂછી પૂછીને, સોજી ગયેલાં જડબાંને શું કામ કહટ આપો છો, દરબાર ? મને પૂછો ને ? સંતુનું પાણી ભરવાનું ટાણું ત્રીસે ય દનનું, હું જાણું ને આ અબઘડીએ કણબીપાના નાકામાંથી માથે હેલ્ય મેલીને નીકળી કે નીકળશે !’

‘ગોર ! તો તો એની રિકાટ મેલો, રિકાટ !’ શાદૂળે હુકમ કર્યો.

ગુંદાસરના મૂળગરાસિયા તખુભા બાપુનો આ કુંવર આમ તો ઠેઠ રાજકોટ સુધી જઈને રાજકુમાર કૉલેજનાં બારણાં ખખડાવી આવેલ. પણ ત્યાં ભણતર સિવાયની બધી જ વિદ્યાઓમાં એ પાવરધો