આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બેડું નંદવાણું
૪૧
હતો. ‘શાદુળભા ઉપર એની જ લાકડીનો ઘા કરી ગઈ ! માથેથી, લાકડી ઘરભેગી ઘમકાવતી ગઈ ઈ નફામાં, ચોરાસી ઉપર દખણા જેવું !’
રઘાને તો, બગલાની જેમ ડહોળ્યે લાભ હતો. શાદુળની ફજેતીનો એણે ભરી બજારે ધજાગરો બાંધી દીધો.
રૂપિયે ગજને હિસાબે હાલનાર માયકાંગલો માંડણિયો સંતુને આંબી શકે એ પહેલાં તો એ કણબીપાના નાકામાં વળી ગઈ અને ઝટઝટ પોતાની ડેલીમાં જઈને ખડકીનો આગળિયો વાસી દીધો.
'અંબા-ભવાની'ના આંગણામાં સંતુના નંદવાયેલા બેડાએ કચકાણ કરી મૂકેલું એનો કાદવ ઓળંગીને રઘો પાછો પોતાના આસન ઉપર બિરાજ્યો અને માંડણિયાની કાંધી પકડીને મુક્તપણે જે હસાહસની રણઝણાટી બોલાવી રહ્યો તેથી તો એના આખા શરીર ઉપરાંત ચડો ને કાંધી સુદ્ધાં ધ્રુજી રહ્યાં.
આંગણામાં પડેલાં નંદવાયેલ ગાગર ને ઘડો અણોસરાં બની રહ્યાં.