પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ટીહા વાગડિયાની ખડકી
૪૭
 


‘હૉકી ?’ હરખ ફરી હેબતાઈ ગઈ. ‘અલી છોકરી ! દરબારની ચૂંગીનું તારે શું કામ પડ્યું ? તું જરદો–બરદો ફૂંકસ ?’

‘જરદો પીવાની હોકલીની વાત નથી કરતા. આ તો ગેડીદડે રમવાની લાંબી લાકડી—’

‘એલી સંતુડી ! આવી ચોરીચપાટી ક્યાંથી શીખી ?’

‘મા ! તું આમાં કાંઈ સમજે નહિં, સુણે નહિ, ને ઠાલી ડીફાં શું કામે દેતી હઈશ ?’ હવે સંતુ આગળ આવી. ‘તું જા રાંધણિયામાં. તાવડી ઉપર રોટલો દાઝે છે ઈને ઉથલાવ્યા. જીવાભાઈને જવાબ આપનારી હું બેઠી છું—’

સંતનો આ રુઆબ જોઈને સમજુ જીવાએ પોતાનો રોફ ઓછો કર્યો અને સમજાવટનો માર્ગ લીધો.

‘બાઈ, બેન મારી ! બવ અથરી થા મા, ને છાનીમાની પારકી ચીજ ઈના ધણીને સોંપી દે !’

‘ઈ ચીજના ધણીને પંડ્યને જ લેવા મોકલો !’

‘ગગી ! આવી છોકરમત્ય રેવા દે, ને સાનમાં સમજી જા—’

‘હંધુય સમજું છું.’

‘આવી વાત ચોળી ચીકણી કરવામાં માલ નહિ. ઠાલો ગામગોકીરો થાય, ને—’

‘ભલે થાય.’

'કહું છું, બોલ્યું બાર્ય પડે ને રાંધ્યું વરે પડે—’

‘પડવા દિયો.’

‘તું ગમે એવી અજવાળી તો ય રાત્ય છો, બાપુ ! તું હજી અણસમજુ કહેવા—’

‘હંધું ય સમજું છું.’

‘સમજ છે, તો પછે ડાહી થઈને લાકડી સોંપી દે ને ?’

‘કીધું નહિ કે લાકડીના ધણીને જ આંયાંકણે લેવા મોકલો ?’

‘આવી ધડ્ય કરવી રેવા દે, ને આપણે ઘરનો ગળ ઘરમાં જ