પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ટીહા વાગડિયાની ખડકી
૫૩
 

 ‘ભાઈ ! વાતનું તે વતેસર થાય.’ કહીને રઘાએ કુશળતાથી આખી વાતને વળ ચડાવ્યા : ‘આ તો પેટમાં જ સંધરવા જેવી વાત છે. પારકે કાને જાય તો આબરૂના કાંકરા થાય—’

રઘા જેવા ચૌદશિયાને મોઢેથી આવાં વેણ સાંભળીને ટીહાના મનમાં ભય પેસી ગયો. નક્કી આ લોકોએ કાંઈક હોળી સળગાવી છે.

‘સંતુ છે જરાક મોઢે ચઢાવેલ, ગોરબાપા ! કાંઈ આડુંઅવળું બોલી ગઈ છે ?’

‘બાપુ, મોઢે ચડાવેલ હોય ઈ જણ્યાં ઘરમાં પોહાય, ગામમાં નંઈ—’ કહીને રઘાએ છેલ્લો મમરો મૂકી દીધો : ‘મોઢે ચડાવેલ તો માથાં વઢાવે—’

‘સરખી વાત તો કરો મને ! હું છોકરીને ઠપકો આપીશ—’

‘ઠપકો  ! ઠપકા આપ્યે હવે શું વળે ? હવે તો તારે કર્યા ભોગવવાનાં !’

‘છોકરી કાંઈ કુડું કરી બેઠી છે ?’ ટીહાએ પૂછ્યું.

ઘઉં ભરેલા બચકા જેવા ધોળા ફૂલ ડિલ ઉપર ગુંદાસરની જ ધૂળખાણની રાતી ધૂળને સાબુ તરીકે ઘસતાં ઘસતાં રઘાએ કહ્યું :

‘સંતુએ તો સાવજને છંછેડ્યો છે.’

‘હેં ! શું કીધું?’

‘સાવજનો અરથ સમજ છ કે નંઈ ?’ રઘાએ આ અભણ ખેડૂત ઉપર પોતાનો રુઆબ છાંટ્યો. ‘સંસ્કૃતમાં સાવજ એટલે શાદૂળ—’

‘આપણા શાદુળભા બાપુ ?’

‘નંઈ તો બીજા કોણ વળી ? સાવજ એટલે તો વનનો રાજા. ને રાજા કેટલા હોય ગામમાં ?...બીજા કોઈને નંઈને શાદુળભાને જ સંતુએ છંછેડ્યા.’

‘કેમ કરતાં પણ ?'

‘ભાઈ ! ઈની વાત કાંઈ કર્યા જેવી નથી. પણ હવે ઘરનો