પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ટીહા વાગડિયાની ખડકી
૫૫
 

ગમે તેવા સપાઈસપરાં પણ એને વેઠે પકડી જતાં. ચોરામાં કોઈ મામૂલી તલાટીનો ઉતારી થાય ત્યારે એની તહેનાતમાં ટીહાને મુકવામાં આવતો. માત્ર અમલદારો જ નહિ, ગામના માણસો પણ ટીહા પાસેથી આવી સેવાઓ લેતા. નાતના પટેલ ભવાનદાને ઘેરે મહેમાન હોય ત્યારે ટીહો એમને માટે બૂંગણ પાથરે, ધડકીઓ બિછાવે ને અવૈતનિક ખાતરબરદાસ્ત કરે. દરબારની ડેલીએ ખોરડા ચાળવાનાં હોય ત્યારે ટીહાએ જવું પડે. એનું રાંક હાડ એના નિખાલસ ચહેરા ઉપર મુર્તિમંત થતું હતું. આ સરળહૃદયી માણસ રઘાએ કહેલી વાતથી અસ્વસ્થ થઈ જાય એમાં શી નવાઈ ?

પોતાના ભાવિ અંગે આ ભય અનુભવતો અને સંતુ પ્રત્યે ચિડાતો ચિડાતો ટીહો બળદની પીઠ ઉપર પરોણા સબોડી રહ્યો. ઝડપભેર પોતાની ખડકી સુધી જઈ ડેલીનાં બારણામાં જ એણે ગાડું થોભાવી દીધું.

પોતાની ગેરહાજરી દરમિયાન શા મામલો મચી ગયો છે એ જાણવા સારુ ટીહો અદ્ધર શ્વાસે ડેલીમાં દાખલ થયો ત્યારે એણે બે દૃશ્યો જોયાં : 'સંતુ ફળિયામાં બાંધેલી કાબરી વાછડીને કડબ નીરીને એની પીઠ પંપાળતી હતી; હરખ ઓસરીમાં ઊભી ઊભી પુત્રીને ઉદ્દેશીને કુપિત સ્વરે પૂછતી હતી : લાકડી પાછી નહિ સોંપી આવ્ય તો કાલ્ય સવારે બેડા વિના પાણી શેનેથી ભરીશ ?”

ટીહાએ આ બન્ને દૃશ્ય જોયાં. પ્રમથ દૃશ્ય બહુ પરિચિત હતું. આ દામ્પત્યમાં થોડું કવિતા જેવું પણ હતું. હરખ પરણીને આવી ત્યારે પિયરમાંથી એક ગાય પણ સાથે લેતી આવેલી. એ કાબરી ગાય તો મને કરિયાવરમાં મળી છે, એમ હરખ સહુને હરખભેર કહેતી. એ કાબરી ગાયને એક એવી જ કાબરી વાછડી થયેલી. આ મુગ્ધ દંપતીને મન એ વાછડીમાં અને સંતુમાં ઘણું સામ્ય હતુ. હરખ પોતાની પિયરઘરની ગાય જોડે એક વિચિત્ર