લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બેડું વહાલું કે આબરૂ ?
૫૯
 


કાબરી પાસેથી ઊઠીને સંતુ ઓસરીમાં આવી.

‘આ શાદૂળિયાને શું કામ વતાવ્યો તેં ?’

‘હું ક્યાં એને વતાવવા ગઈ’તી ? જઈ મૂવે મારી ખેંધે પડ્યો છે.’

‘ઈ તો છે જ વંઠેલો.’

‘મૂવો તાવડીવાજામાં મારા નામનાં ગીત ગવડાવે છે, ને હું હોટર પાસેથી નીકળું છું તં યે મારી ચેષ્ટાળી કરે છે. નખોદિયો પાનની પિચકારિયું મારે છે. કાંકરિયું ફેંકે છે, ને મોઢેથી ભૂડાં બોલે છે.’

‘બોલનારનું મોઢું ગંધાય, આપણે તે સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખવું.’

‘આટલા દન તો એમ જ કર્યું'તું પણ આજ સવારમાં પાણી ભરવા ગઈ તયેં—’

‘કાંઈ અટકચાળો કર્યો ?’ ટીહાએ પૂછ્યું.

‘અટકચાળો તી કાંઈ જેવો કે નંઈ તેવો ! જરાક ગાફેલ રઈ હોત તો મોંભર પડી હોત.’

‘અરરર !...’

‘વાંકી લાકડીની મારા પગમાં આંટી લીધી... માથેથી બેડું તો પડ્યું, પણ હું ય પડતાં પડતાં માંડ રઈ !’

‘શાદૂળિયો છે જ નફટ ને નઘરોળ...’

‘ને ઈ નફટ સાવ નરમઘેંશ થઈ ને લાકડી પાછી મંગાવે છે.’

‘તી લાકડી તું ભેગી લેતી આવી છો ?’

‘મારે લેવી તો નો’તી, પણ પગમાં આંટી ભરાતાં મેં ઝાટકો માર્યો, એમાં એના સાંઠીકડા જેવા હાથમાંથી સરકી ગઈ, ને હું ભેગી લેતી આવી.’

હવે હરખે વચ્ચે ટમકો મૂક્યો : ‘જીવોભાઈ ખવાહ જેવું માણહ આવીને કહી ગયા કે બેડું ને લાકડીના સાટાંપાટાં કરી લ્યો,