પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ અગિયારમું

સતનાં પારખાં

મોડી રાતે શેરીમાં સોપો પડી ગયો, અને સંતુએ જાણ્યું કે ક્યાંય કશો સંચાર નથી થતો, ત્યારે એ હળવે પગલે ઓરડામાંથી ઓસરીમાં આવી.

ફળિયામાં હાદા પટેલ પહેલા પહોરની નીંદરમાં ઘસઘસાટ ઊંઘતા હતા, એ જોઈને સંતુને વધારે હિંમત આવી. પોતાનો પગરવ પોતાને ન સંભળાય એવા ધીમા બિલ્લીપગલે એ આગળ વધી. હળવે હાથે ડેલીનાં તોતિંગ કમાડનો આગળિયો સેરવી દીધો. બારસાખના લુવામાં ચણિયારાનો જરા સરખો યે અવાજ ન થાય એની સંભાળ રાખીને બારણું અધખુલ્લું ઉઘાડ્યું અને ધીમેથી એક પગ ઊંબરા બહાર મૂક્યો.

નિરધાર તો એવો હતો કે સીધાં બહાર જ નીકળી જવું, છતાં એક પ્રલોભન એ ટાળી ન શકી. બીજો પગ ઊંબર બહાર મૂકતાં પહેલાં એણે પાછું જોયું અને જે સ્થળે ગોબર જોડેની મિલનરાત્રી વીતેલી એ ઓરડા ભણી એક છેલ્લી નજર નાખી લીધી. બીજી નજર, ગમાણમાં ઊંઘતી કાબરી તરફ નાખી અને સંતુ ઝડપભેર ચાલી નીકળી.

પાણીશેરડે પહોંચતાં પહેલાં હવે એને એક એક જ ભય હતો : શ્વાનનિદ્રા લઈ રહેલ શ્વસુર તો મારે સદ્‌ભાગ્યે જાગી ન ગયા, પણ શેરીને નાકે સાચી શ્વાનનિદ્રા લઈ રહેલો ડાઘિયો મારો પદસંચાર સાંભળીને ભસી ઉઠશે તો ?... નથુ સોનીની ડેલી પાસેથી પસાર થતાં