પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
લીલુડી ધરતી-૨
 


ભરમાઈ ગયા છે. પણ તારે આવી નાનમ શું કામેની વહોરાવી છે ?’

‘એમાં નાનમ શેની ?’ સંતુએ વધારે ઉત્સાહથી કહ્યું, ‘હવે તો હું જ સામે હાલીને તેલની કડા ઉકળાવવાનું મુખીને કહું છું. હવે આ આળ મારે જ હાથે મારે માથેથી ઉતારવું પડશે, હું જ સામી હાલીને કડામાં બોળવા જાઈશ... મારે જ મારા સતનાં પારખાં કરી દેખાડવાં છે... મુખીને કહેવરાવો ઝટ, હવે ઝાઝું મોડું ન કરે—’

*