પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કળોયું કકળે છે?
૧૧૫
 

 હાથે ગામની એક નિર્દોષ ગૃહિણીની નાલેશી થઈ રહી છે. ભોળુડાં ગામલોકો મેલડીના કોપની તર્કટી વાતોથી ભરમાઈને આ નાલેશીમાં સાથ આપી રહ્યાં છે. આ વહેમી માણસોએ ઘૂઘરિયાળાની વાતોથી ભોળવાઈ જઈને પાલી પાલી ખીચડાનાં અને પવાલું પવાલું કુલેરનાં નિવેદ ઝારી નાખ્યાં છે. એમને વધારે ભડકાવવા માટે જીવા ખવાસે ગામના પિયાવામાં પૂતળાં નંખાવ્યાં છે. આ બધા કૌભાણ્ડના મૂળમાં સમજુબાનો દોરીસંચાર રહેલો છે એમ સમજાતાં રઘો ઠકરાણાંને સમજાવવા બલકે સંતુ માટે દયા યાચવા—જવા તૈયાર થયો. એક હાથ ગિરજાને ખભે ટેકવીને અને બીજા હાથે લાકડીનો ટેકો લઈને એ ખોડંગાતો ખોડંગાતો દરબારની ડેલીએ જઈ પહોંચ્યો.

થોડા સમયથી ઠકરાણાં જોડેનો પોતાનો નાતો બગડ્યો હોવાથી અત્યારે એમની સમક્ષ દયા યાચવા જતાં રઘાનો પગ ભારે તો લાગતો જ હતો, છતાં એણે સંતુની લાજ રક્ષવા સારુ અત્યારે લાચાર બનીને ડેલીના ઊંબરે પગ મૂક્યો. જે ઓરડે જતાં એને કોઈ અટકાવનાર જ નહોતું ત્યાં આજે ઊંબરામાં જ ઓટા ઉપર પંચાણભાભાના અનુગામી અને જીવાના દૂરના પિતરાઈ પુનશીએ રઘાને પડકાર્યો.

‘બાને કે’, બે વાત કરવી છે.’ રઘાએ રજા માગી.

‘બાના હકમ વન્યા ડેલીમાં કોઈને ગરવાની ના છે.’

‘તો બાનો હકમ લઈ આવ્ય, જા !’ રઘાએ કહ્યું.

પુનશી અંદરને ઓ૨ડે ગયો અને થોડી વારમાં જ પાછો આવ્યો.

‘બાને અટાણે ટાણું નથી—’

‘પણ મારે બે મિલટ જ વાત કરવી છે.’

‘બે શું, અડધી મિલટની ય ફુરસદ નથી, અટાણે !’ પુનશીએ કહ્યું. ‘બાપુના મંડવાડ ટાણે ઠાલો કકળાટ કરવો રેવા દિયોની—’

‘મારે બાપુની ય ખબર્ય કાઢવી છે. ઘણા ય દિ’ થ્યા સુવાણ્ય