પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અપરાધ અને આળ
 

આગળપાછળનો કશો ય વિચાર કરવા રોકાયા વિના એ તો ચોપભેર દોડી અને ખોડીબારા પર ઊંચી ઠેક લેતીક ને એણે ગામની દિશામાં દોટ મૂકી.

ક્યારનો ડાંઉ ડાંઉ કરીને ભસી રહેલો ડાઘિયો જાણે કે સંતુની જ રાહ જોઈ રહ્યો હોય એમ એની જોડાજોડ જ દોડવા લાગ્યો.

વગડાની નિર્જન વાટ્યમાં ય સંતુ જાણે કે માંડણને નજર સામે જ નિહાળતી હોય એમ એને આવેશભેર સંભળાવી રહી હતી :

‘હટ્ટ મુવા નુઘરા ! તને આટઆટલા ગણ કર્યા એનો આ અવગણ દીધો ?... હાય રે હાય ! આ તો ઘરનાં જ ઘાતકી થ્યાં !... આ માના જણ્યા ભાઈથી ય સવાયો ગણ્યો એનું આવું સાટું વાળ્યું ? ફટ રે ભૂંડા ! જેનું ખાધું એનું જ ખોદ્યું ?... આટઆટલા ઉપકાર ઉપર આવો અપકાર કર્યો ?... પણ એમાં તારો શું વાંક? અમે જ હૈયાફૂટાં કે તને ‘ભાઈ ભાઈ’ કરીને આટલો હેળવી મેલ્યો તંયે જ તું ભોરીંગ થઈને કરડ્યો ને ? તારા પેટમાં જ પાપ હશે એની કોને ખબર્ય પડે ?...’

હરણફાળે દોડતી સંતુ જાણે કે આંખના પલકારામાં જ ઓઝતને કાંઠે આવી પૂગી.

સીમનો કેડો જે સ્થળે નદીને મળતો હતો ત્યાં તો મોટી બધી મઘરપાટ હતી, જેમાં કાળે ઉનાળે ય કમરબૂડ પાણી ડેકા દેતું. અહીંથી ગામઝાંપે પહોંચવા માટે કાંઠેકાંઠે એક આડી કેડીએ ફંટાઈને ભૂતેશ્વરનો આરો ઓળંગવો પડતો. પણ સંતુને અત્યારે એ આડો કેડો લેવા જેટલો સમય જ ક્યાં હતો ? એને તો ઝટઝટ ગામઝાંપે પહોંચી જઈને શ્વશુરને જાણ કરવાની જ ઉતાવળ હતી. એને ઓઝત નહોતી દેખાતી, મઘરપાટ નહોતી દેખાતી; એની નજર સામે તો સ્ફોટક પોટાશના ધડાકાએ ધડમાથું જુદાં કરી નાખેલ પતિનો દયામણો દેહ જ તરવરતો હતો.

‘મુવા માણહમાર ! તને રૂંવાડે રૂંવાડે રગતપીત ફૂટે ! તારાં