પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
લીલુડી ધરતી-૨
 


‘ભાઈ ! આ કળજગમાં સંધાંય સતવાદી હરીચંદરાજા થોડાં છે કે સામે હાલીને પાપ પરગટ કરી દિયે ! ઈ તો સાંકડા ભોણમાં ગરે તયેં જ સર૫ સીધો હાલે.’

‘પાપ તો પીપળે ચડીને પોકારે, કૂડકપટ છાનાં રહી શકતાં હોત તો આ ધરતીમાતા ઉપર પાપના ભાર કેટલા બધા વધી ગયા હોત !’

‘આપણે તો માનતા’તા કે શાપરમાં ઓલ્યા ગાગરભટે આખું ભારત વાંચી કાઢ્યું એમાં વરસાદ બંધાઈ ગ્યો. પણ ગામમાં જ આવાં અઘોર પાપ થ્યાં હશે એની કોને ખબર ?’

‘મનમાં આવા મેલ હોય પછી તો પરણ્યા ધણીને ગૂડી જ નાખવો પડે ને ? માંડણિયો બચાડો ઠાલો મફતનો જેલમાં પુરાણો.’

‘આવાં નુઘરાં માણહને પાપે નવાણિયો કુટાઈ ગ્યો—’

નવરાં માણસોમાં તરેહતરેહની નુક્તેચિની ચાલી રહી. હવે માત્ર ઓઘડભૂવો કે મેલડી જ નહિ પણ ગામનું નાનું છોકરું પણ ન્યાયાધીશ બની બેઠું. આટલા દિવસ સુધી હાદા પટેલે સેવેલા સંયમયુક્ત મૌનનો પણ વિપરીત અર્થ ઘટાવાયો :

‘હવે સમજાણું, હાદા પટેલે આટલા દિ’ હોઠ સંચોડા સીવી જ કેમ રાખ્યા’તા, ઈ—’

‘હંધુ ય જાણતા હોય પછે તો મોઢે મોટું ખંભાતી જ મારી રાખવું પડે કે બીજું કાંઈ ! સાઠ વરહનો ડોહો ઊઠીને જાંઘનો જખમ કોને દેખાડવા જાય ?’

‘એક તો બચાવડા સતીમાના ગોઠિયા, ને એમાં ઘરની જ વવે આવાં કૂડ કર્યાં, ડોહાનાં ધોળામાં ધૂળ નાખવા જેવું કર્યું—’

‘હજી જોજો તો ખરાં, સતીમાં પંડ્યે જ કોપશે, ને ઠુમરના ખોરડાનું ધનોતપનોત કાઢી નાખશે—’

‘ઠુમરના ખોરડાનું તો નીકળવાનું હશે તંયે નીકળશે, પણ અટાણે તો ગામ આખાનું નખોદ નીકળતું રોકવું હોય તો ઓલી