પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દલ્લી દેખો, બમ્બઈ દેખો !
૧૩૫
 


બગલમાંથી નાનકડી ત્રણ પગાળી ઘોડી કાઢીને એના ઉપર પેલું કબાટ ગોઠવી દીધું.

થોડી વારમાં તો એણે આ કબાટ પરથી દૂરબીન જેવાં ખાનાંનાં ઢાંકણાં ઉઘાડ્યાં, ને અરધું ગામ સાંભળે એવા મરદાની રાગે જાહેરાત ગાવા માંડી :

‘દલ્લી દેખો, બમ્બઈ દેખો !’ ‘દલ્લી દેખો, બમ્બઈ દેખો !’

અવાજ સાંભળીને રઘાના કાન ચમક્યા.

થોડી વારમાં તો આ નવતર દૂરબીન મારફત દિલ્હી ને મુંબઈ બન્ને નગરીઓ જોવાનું કુતૂહલ ન નાથી શકનારાઓનું ટોળું જામી ગયું.

આસપાસની શેરીઓમાંથી નાગાંપૂગાં ટાબરિયાં આવી પહોંચ્યાં. ડોસીએ વધારે મોટેથી જાહેરાત કરવા માંડી :

‘એકેક પૈસો, એકેક પૈસો !’

લેાકો બધાં એક પૈસો શોધવા ખિસ્સાં ફંફોસવાં લાગ્યાં.

‘આગરે કા તાજ દેખો !’

‘બારા મનકી ધોબન દેખો !’

‘વિલાત કી રાની દેખો !’

એક પછી એક આકર્ષણ જાહેર થવા લાગ્યાં.

આબાલવૃદ્ધ સહુ એકઠાં થઈ ગયાં. ઘડીભર સંતીની હકાલપટ્ટીનો પ્રશ્ન ભુલાઈ ગયો, રઘાની લાંઘણ વિસરાઈ ગઈ, શંકરભાઈ ફોજદારના આગમનનો ભય પણ વિસારે પડ્યો અને સહુ લોકો ગામમાં આવેલી આ નવતર વ્યક્તિના નિરીક્ષણમાં રોકાઈ ગયાં.

ગામમાં ઘરડામાં ઘરડો ડોસો ઓઘડભાભો હતો. પોતે છપનિયો દુકાળ નજરે જોયો હોવામો એનો દાવો હતો. એને એંસીમે વરસે માતાના ગોખલા જેવા એના બોખલા મોંમાં નવી દાઢ ફૂટી હતી. આંખે રતાંધળો હતો છતાં એનું અંધત્વ સગવડિયું અંધત્વ હતું,