પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
લીલુડી ધરતી–ર
 

 પોતાને પ્રતિકૂળ હોય ત્યારે એ કશું ન સૂઝવાનો ડોળ કરતો અને સાનુકૂળ હોય ત્યારે સઘળું જોઈ શકતો. વળી, દિવસ કરતાં એને રાતે વધારે સૂઝતું તેથી લોકો એને ઘૂડપંખ કહીને પણ ઓળખતાં.

આ આંધળા ઓઘડભાઈએ અત્યારે ધોળે દિવસે આ આગંતુકને ઓળખવા માટે ધોળાં પૂણી જેવાં નેણ ઉપર હથેળીનું છાજવું ગોઠવ્યું અને થોડી ક્ષણમાં એ આશ્ચર્ય સાથે પોકારી ઊઠ્યો :

‘એલા, આ ડોહીનો અણહાર અમથી સુતારણ્ય જેવો નથી લાગતો ? કે પછી મને હવે આંખ્યે ઝાંખ્ય આવવા મંડી છે ?’


*