લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
લીલુડી ધરતી–ર
 

 બેસશે તો ફોજદારની હાજરીમાં ગુનેગાર હું ગણાઈ જઈશ, તેથી વારે વારે એ કટાર મ્યાન કરવા વિનવી રહ્યો હતો.

રઘો તો પોતાની જ ભીતરમાં ચાલી રહેલા દ્વન્દ્વમાં અટવાયો હતો. આજ સુધીની જિંદગાનીમાં આટઆટલા પ્રપંચો આચરનાર રઘો, અને આજે આખર જતાં ગામની એક પતિવ્રતાની વહારે ચડીને ઠાકરદુવારે પ્રાણપ્રતિષ્ઠા કરી રહેલ રઘો, એક જ વ્યક્તિ છે ? આ જીવનદર્પણમાં દેખાતી મિશ્રિત રેખાઓવાળી મુખચ્છવિ મારી પોતાની છે ?’

અને તુરત રઘાના મનમાં પ્રશ્ન ઊઠ્યો : જિંદગીની આવી કઢંગી રફતારનો અંત શો હોઈ શકે ? આ લાંબી મજલની આખરી આરામગાહ ક્યાં હશે ?

‘રઘાભાઈ ! આ નાગી કટારીને હવે લોહી ચખાડ્યા વિના મ્યાનમાં ન મુકાય ઈ તો હું ય જાણું છું.’ જીવાએ કહ્યું. ‘તો લ્યો, આ મારી ટચલી આંગળીએ આછેરો છરકો મારી લ્યો, એટલે એને લોહી ચખાડવું વદી જાય; ને પછી એને મ્યાનમાં પૂરી દિયો.’

પણ જીવાની બધી જ વિનવણીઓ વ્યર્થ ગઈ. રઘાની સન્મુખ તાતી તેગ તગતગી જ રહી


*