પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પેટકટારી
૧૫૧
 

 શિવાય’નો ઉચ્ચાર કર્યો અને તત્ક્ષણ પેલી તીક્ષ્ણ કટારી પોતાના પેટમાં ભોંકી દીધી.

કમકમાંપ્રેરક આ ભીષણ દૃશ્ય જોઈને ગિરજો કાળી ચીસ પાડી ઊઠ્યો. એ સાંભળીને પડખેની શેરીમાંથી એક–બે ખેડૂતો દોડી આવ્યા.

પણ રઘાને પેટકટારી ખાતો અટકાવવામાં તેઓ મોડા પડ્યા હતા. ઠાકુરદુવારની ગાર લીંપેલી એ બેઠક પર રઘો ઢળી પડ્યો હતો; તીક્ષ્ણ કટારના સંખ્યાબંધ જખમો વડે એ હાથે કરીને વેતરાઈ ગયો હતો.

*